Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 321
________________ ૨૯૬ કર્મ-વિચાર ભાગ-૩ શરીર, પ્રત્યક, સાધારણ, શુભ, સંઘાતન, બંધન, વર્ણાદિ, નિર્માણ વગેરે વગેરે કર્મો પણ પોતાની અસર પહેલેથી જ કરવા લાગ્યા હોય છે અને ગતિ, જાતિ વગેરે તમામ કર્મ પણ પોતાની અસર પાડે છે. એ બધી અસરોના સરવાળા રૂપ અમુક જાતનું શરીર, અમુક સંખ્યામાં-અમુક આકારની, તથા અમુક તીવ્ર શક્તિવાળી ઇંદ્રિયો, શ્વાસોચ્છવાસની રીત, ભાષા અને મનને લગતી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિના સંબંધમાં ઘણું સમજવા જેવું છે. પરંતુ તેના સંગ્રહમાંથી સંક્ષેપમાં તમને અહીં સમજાવ્યું છે. ૧૩૮. ૯૦. ૧. પ્રત્યેકનામકર્મ ૧૩૯. ૯૧. ૨. સાધારણનામકર્મ આ બન્ને કર્મો પરસ્પર સપ્રતિપક્ષ છે અને પુદ્ગલવિપાકી છે. એટલે કે, આત્માએ શરીરમાં રહેવું જોઈએ, પણ એકને માટે એક શરીર કે ઘણાં શરીર ? અથવા ઘણા જીવને માટે એક શરીર કે ઘણાં શરીર ? આ પ્રશ્નો ઊભા થાય છે. તેના નિકાલ આ કર્મોની યોજનાથી થઈ જાય છે. એક જીવ માટે એક જ શરીરમાં રહેવાનો હક્ક પ્રત્યેકનામકર્મ અપાવે છે. અને એક શરીરમાં અનંત જીવોએ રહેવું જ જોઈએ એવી ફરજ સાધારણ નામકર્મ પાડે છે. બાકી એક જીવને માટે ઘણાં શરીરની આવશ્યકતા નથી. કોઈ બે શરીર સાથે જોડાયેલા જણાય છે. પણ તે તો ઉપઘાત છે, વિકાર છે. ૧૪૦. ૯૨. ૧. સ્થિર નામકર્મ ૧૪૧. ૯૩. ૨. અસ્થિરનામકર્મ આ બન્ને પરસ્પર વિરુદ્ધ કર્મો પુદ્ગલવિપાકી છે. શરીરમાં અમુક અવયવો સ્થિર હોય તો જ તે વધારે ઉપયોગી થાય, જેમકે દાંત, હાડકાં વગેરે અને અમુક અવયવો અસ્થિર હોય તો જ વધારે ઉપયોગી થાય. જેમકે, હાથ, પગ, આંખ વગેરે. માટે અમુક અવયવોમાં સ્થિરતા ઉત્પન્ન કરનાર સ્થિર નામકર્મ છે અને અસ્થિરતા ઉત્પન્ન કરનાર અસ્થિરનામકર્મ છે. -

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330