Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 320
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૯૫ સમયની આહાર-પર્યાપ્તિ. અર્થાત્ આત્માની શક્તિ પ્રથમ સ્કંધો દ્વારા પ્રગટ થાય છે અને પછી આખા જીવનભર આહાર લેવાનું કામ ચાલ્યા કરે છે. બીજા વિભાગમાં આદતવર્ગણાનો શરીરપણે પરિણામ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ત્રીજામાં શરીરપણે પરિણામ પામેલાં પુદ્ગલોમાંથી ઇંદ્રિયોનાં પરિણામો કરવાની શક્તિ પેદા થાય છે. બાકીના વિભાગોમાં અનુક્રમે શ્વાસોચ્છવાસ, ભાષા અને મન સુધીનું કામ કરવાની શક્તિ પેદા થાય છે. આ છ ભાગોમાં પહેલેથી સાથે તૈયારી થવા માંડે છે, પણ પૂરા થતાં વાર લાગે છે. એટલે કે તેની પૂર્ણતા અનુક્રમે થાય છે. કારણ કે ઉત્તરોત્તર કાર્ય બારીક કરવાનું હોય છે, એટલે તે કામને માટેના સંચાઓ પણ બારીક અવયવોવાળા બનાવવા પડે છે, બારીક અવયવોવાળા સંચા બનાવતા પણ વખત લાગે જ. પછી અનુક્રમે તૈયાર થઈ ગયેલાં એ છયે મુખ્ય યંત્રો દ્વારા પર્યાપ્તિ શક્તિ પ્રગટ થઈ જીવનક્રિયાઓ ચલાવ્યા કરે છે. આ વિભાગો શરીરમાં માત્ર અમુક જગ્યાએ જ હોય છે, એમ નથી. પણ આખા શરીરમાં એ છયે સાધનો વ્યાપ્ત હોય છે. એટલે એ છયે જીવનશક્તિઓ આખા શરીરથી પ્રગટ થાય છે, અને આખા શરીરમાં જીવનક્રિયાઓ ચાલે છે. જો કે તેનાં અમુક અમુક મુખ્ય મથકો હોય છે, છતાં તેનો શરીર આખામાં પ્રચાર અને ઉપયોગ હોય છે. આ રીતે બાકીની પાંચેય પર્યાપ્તિઓનાં યંત્રો અંતર્મુહૂર્તમાં જ તૈયાર થઈ જાય છે. છતાં અંદર અંદર તો અનુક્રમે જ પૂરાં થાય છે. ' અર્થાત્ પુદ્ગલો પરિણમાવવા માટેની જીવનક્રિયાઓ ચલાવવા, પુદ્ગલોના જથ્થા દ્વારા બહાર પડતી જીવનશક્તિ, તે પર્યાપ્તિ. આ વ્યાખ્યાયે બરાબર બંધબેસતી થશે. ' આ રીતે આ છ જાતની જીવનક્રિયાઓની પરસ્પર જીવનશક્તિઓ ઉપર પણ અસર થાય છે. કારણ કે એ બધી એક મહાન જીવનક્રિયાઓની પેટા શાખાઓ હોય છે. જીવ ઉત્પન્ન થતી વખતે આ જીવનશક્તિઓ પર્યાપ્તનામકર્મને ધ્યાનમાં રાખી જે અસર ઉત્પન્ન કરે છે, તે જ વખતે

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330