________________
પાઠ ૮મો
૭ ગોત્રકર્મ ઊંચ-નીચ કુળમાં ઉત્પન્ન થવાને પ્રેરક આ કર્મ છે.
૧૫ર. ૧. ઊંચગોત્રકર્મ–આ કર્મને લીધે ઊંચ-સંસ્કારવાળા દેશ, જાતિ, કુળ સ્થાનમાં જન્મ તથા માન, સત્કાર, વૈભવી જીવન વગેરેનું પ્રેરક આ કર્મ છે.
૧૫૩. ૨. નીચગોત્રનામકર્મ–ઉપરનાથી વિપરીત હલકી પરિસ્થિતિનું પ્રેરક આ કર્મ છે.
૮ અંતરાયકર્મ. આ કર્મ જીવની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ શક્તિઓનું આવરણ કરે છે. આ બાબત ૪ ચોથા પાઠમાં વિગતવાર સમજાવેલ છે.
૧૫૪. ૧. દાનાન્તરાયકર્મ-આત્મા સમસ્ત જગતનું દાન કરી શકે છે. તે શક્તિ પર આવરણ કરનાર આ કર્મ છે. માટે તે જીવવિપાકી છે અને એ રીતે અંતરાય કર્મની બધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. કારણ કે તે સીધી રીતે આત્માના દાનાદિ ગુણો ઉપર અસર કરે છે. માત્ર જેટલું આવરણ ઓછું તેટલું દાન કરી શકે છે.
૧૫૫. ૨. લાભાન્તરાયકર્મ આત્મા આખા જગતનો પોતાના વિકાસમાં ઉપયોગ કરીને લાભ મેળવવા માટે સ્વતંત્ર છે. તેના પર આ કર્મ આવરણ કરે છે. માત્ર જેટલું આવરણ ઓછું તેટલી વસ્તુથી લાભ ઉઠાવી શકે છે.