Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 329
________________ ૩૦૪ કર્મ-વિચાર ભાગ-૩ ભવવિપાકી–ચાર આયુષ્ય કર્મો. તે માત્ર અમુક ભવમાં જ ઉદયમાં આવે છે. માટે તે ચાર ભવવિપાકી કહી શકાય. ભવવિપાકી બીજી પણ ગણાવી શકાય. પરંતુ મુખ્ય રીતે આ ચાર ભવવિપાકી છે, માટે તેને ગણાવી છે. જો કે બધી કર્મ પ્રકૃતિઓ જીવ ઉપર અસર કરે છે, માટે જીવ વિપાકી કહી શકાય, છતાં મુખ્યતા ધ્યાનમાં રાખીને આ ભેદો પાડવામાં આવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330