________________
૩૦૨ કર્મ-વિચાર ભાગ-૩
રોજ અમને બતાવો, એટલે તમારું જ્ઞાન કેટલું ચોક્કસ થયું છે ? તેની ખાતરી થાય. અને ચોક્કસ થયેલું જ્ઞાન જ આગળના ભાગો સમજવામાં બરાબર મદદગાર થશે. વળી દરેક પ્રાણીઓની સરખામણી અને જુદાપણું વિચારો. તેના કારણભૂત કયું કર્મ કોને છે ? અને કોને નથી ? તે પણ વિચારો.
ઉદય એ બહાર જણાતાં કર્મોનું પરિણામ છે, એટલે તેના ઉપરથી કર્મોનું અનુમાન ઘણુંખરું થઈ શકશે. વળી કયા પ્રાણીને કઈ સ્થિતિમાં કયાં કયાં કર્મોનો બંધ, ઉદય અને સત્તા હોય ? તે વિગતવાર અને પદ્ધતિસર આપણે એક ભાગમાં વિચારીશું. વળી એકીસાથે બંધ, ઉદય, સત્તા તથા સંક્રમ વગેરે કરણોમાં કયા કર્મની કઈ પરિસ્થિતિ હોય ? વગેરે હજુ ઘણું વિચારવાનું બાકી છે.
કર્મપ્રકૃતિઓના સંબંધમાં પણ તેની સ્થિતિ, પ્રદેશાવયવો, ઘાતિઅઘાતિપણું, પરાવર્તમાન, અપરાવર્તમાન વગેરે વિસ્તૃત વિચાર હવે પછીના ભાગમાં જ કરીશું, ત્યાં આ વિષયની ગહનતાનો ખરો ખ્યાલ તમને આવશે.
કર્મોનો ઉદય ચાર પ્રકારે થાય છે અર્થાત્ કર્મો પોતાનો વિપાક ચાર પ્રકારે બતાવે છે. એ વાત ઘણે અંશે તો તમારે આવી ગઈ છે, પરંતુ તેનો સંગ્રહ અહીં કરી લેવો ઠીક પડશે.
જીવવિપાકી, પુદ્ગલવિપાકી, ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી
૧. જીવવિપાકી–જીવ ઉપર સીધી અસર કરનારાં કર્મો જીવવિપાકી કહેવાય છે. જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, ગોત્રની ૨, અંતરાયની ૫ તથા નામકર્મમાં-ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, શ્વાસોચ્છ્વાસનામકર્મ ૧, તીર્થંકરનામકર્મ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, દૌર્ભાગ્ય ૧, દુઃસ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧ એ સાત કર્મ, એમ ચૌદ સપ્રતિપક્ષ પ્રકૃતિમાંથી એટલે નામકર્મની ૨૭ પ્રકૃતિ, એટલે કુલ–