________________
૩૦૦ કર્મ-વિચાર ભાગ-૩
૧૫૬. ૩. ભોગાન્તરાયકર્મ–જગતભરના તમામ ભોગો ભોગવવાને આત્મા સ્વતંત્ર છે. તેના ઉપર આ કર્મ આવરણ કરે છે, માત્ર જેટલું આવરણ ઓછું તેટલી વસ્તુઓ ભોગમાં લઈ જઈ શકે છે. ભાગ્ય એટલે દીર્ઘ કાળ ભોગવાય તેવી વસ્તુઓ.
૧૫૭. ૪. ઉપભોગાન્તરાયકર્મ–જગતભરની ઉપભોગ્ય તમામ વસ્તુઓનો ઉપભોગ કરવાને આત્મા સ્વતંત્ર છે. તે શક્તિ ઉપર આવરણ કરનાર આ કર્મ છે. માત્ર જેટલું આવરણ ઓછું, તેટલી જ વસ્તુઓનો ઉપભોગ કરી શકે છે. ઉપભોગ એટલે માત્ર અમુક વખત સુધી જ ભોગવાય તે. ફૂલ, અત્તર, તેલ વગેરે. ભોગ અને ઉપભોગ બને વ્યવહારમાં જુદા જુદા ગણાય છે, એ દષ્ટિથી અહીં પણ ભેદ પાડવામાં આવ્યો છે.
૧૫૮. ૫. વર્યાન્તરાયકર્મ–આત્મામાં અનંત શક્તિ છે, અનંત સામર્થ્ય છે. જ્યારે જેમ ધારે ત્યારે તેમ કરવાની તેનામાં શક્તિ છે. આ શક્તિ ઉપર આવરણ કરનાર આ કર્મ છે. માત્ર જેટલું આવરણ ઓછું તેના પ્રમાણમાં જ તે બળ વાપરીને બધા વ્યવહારો કરી શકે છે.
કુલ ૧૫૮ એકસો અઠ્ઠાવન પ્રકૃતિનું સાધારણ વિવેચન સમજાવ્યું છે.