Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 322
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૭ ૧૪૨. ૯૪. ૧. શુભનામકર્મ ૧૪૩. ૫. ૨. અશુભનામકર્મ આ પણ પરસ્પર વિરોધી પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. શરીરનો ઉપરનો ભાગ શુભ ગણાય છે અને નીચેનો ભાગ અશુભ ગણાય છે. માટે તે વ્યવસ્થા કરનાર આ કર્મો છે. કોઈને પગ અડકે છે, તો તેને અરુચિકર લાગે છે અને હાથ અડકે છે, તો તે અરુચિકર ન લાગતાં રુચિકર પણ લાગે છે. અર્થાત્ શુભભાવ, શોભા, મંગળમય અવયવોનું પ્રેરક શુભનામકર્મ છે અને અશુભનામકર્મ તેથી વિપરીત છે. ૧૪૪. ૯૬. ૧. સૌભાગ્યનામકર્મ ૧૪૫. ૯૭. ૨. દૌર્ભાગ્યનામકર્મ આ બન્ને પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. સુરૂપ કે કુરૂપ છતાં જોતાની સાથે પોતાના પ્રત્યે વહાલ ઊપજે એવી જાતની અસર આત્મા ઉપર પાડી શકે છે. તે આ સૌભાગ્યનામકર્મને લીધે, અને જોતાંની સાથે જ સામાના મનમાંથી અણગમાની લાગણી જાગી ઊઠે છે, તે દુર્ભાગ્ય નામકર્મને લીધે. ૧૪. ૯૮. ૧. સુસ્વરનામકર્મ ૧૪૭. ૯૯. ૨. દુઃસ્વરનામકર્મ આ બન્ને પરસ્પર વિરોધિની પ્રકૃતિઓ જીવવિપાકી છે. જો કે અવાજ-શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે, પરંતુ તેમાં સારાપણા અને નરસાપણાનાં પ્રેરક આ કર્મો છે, તેથી તે જીવવિપાકી છે. અવાજમાં મીઠાશનું પ્રેરક સુસ્વરનામકર્મ છે અને કડવાશનું પ્રેરક દુઃસ્વરનામકર્મ છે. ૧૪૮. ૧૦૦. ૧. આયનામકર્મ ૧૫૧. ૧૦૧. ૨. અનાદયનામકર્મ આ બન્ને કર્મો પણ પરસ્પર વિરોધી અને જીવવિપાકી છે. બીજા

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330