________________
૨૯૪ કર્મ-વિચાર ભાગ-૩
વિષયોને આકર્ષવાની જીવનક્રિયા શરૂ થાય છે.
આ ત્રણ જીવનક્રિયાઓ પૂરી કર્યા વિના કોઈ પણ જીવ મરે જ નહીં. ઓછામાં ઓછી એટલી જીવનક્રિયા કર્યા પછી જ જીવ મરણ પામે છે.
શ્વાસોચ્છવાસપર્યાપ્તિ–આહારપર્યાપ્તિ અને શરીરના બળથી ખેચેલી શ્વાસોáાસવર્ગણામાં પરિણામ થાય છે. અને તે શ્વાસોચ્છવાસ લેતી વખતે ઉપયોગમાં આવે છે, ને પાછી છૂટી થઈ જાય છે, વળી બીજી આવે છે. એમ ચાલ્યા કરે છે. તે આ પર્યાપ્તિને બળે. શ્વાસોચ્છવાસ વર્ગણાનો ઉપયોગ કરતી વખતે શ્વાસોજ્વાસનામકર્મ મદદમાં હોય છે. એ યાદ રાખવું.
ભાષાપર્યાપ્તિ અને મન-પર્યાપ્તિ–આ બન્ને વર્ગણાઓ પણ આહારપર્યાપ્તિ અને શરીરના બળથી આહત થાય છે, અને આ બે પર્યાપ્તિઓના બળથી તેના પરિણામ થાય છે. એટલે કે બોલવા, વિચારવામાં કામ લાગે એવું રૂપાંતર થાય છે. પછી બોલવા તથા વિચારવામાં ઉપયોગમાં આવી ગયા પછી પાછા એ સ્કંધો નકામા થઈ ફેંકાઈ જાય છે. ગ્રહણ, પરિણામ અને ફેંકવા, એ ત્રણે જીવનક્રિયામાં આ પર્યાપ્તિઓ મદદગાર થાય છે.
આ રીતે આ છ જીવનક્રિયામાં આ છ પર્યાપ્તિ મદદગાર છે. હવે તે જીવનશક્તિઓ-પર્યાપ્તિઓ પ્રથમ પ્રગટ શી રીતે થાય છે? તેનો ક્રમ આ પ્રમાણે છે.
પ્રથમ સમયે આહત થયેલા આહારના સ્કંધોના છ વિભાગ પડી જાય છે. પછી પ્રતિ સમયે આવતા એ સ્કંધોનો એ પ્રમાણે એ વિભાગોમાં ઉમેરો થતો જાય છે.
હવે પહેલા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જે આહારના સ્કંધો ખેંચવા પરિણાવવા વગેરે જાતનું કામ કરી શકે એવી હેય છે, અને એ શક્તિ પહેલા સમયમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એક