Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 317
________________ ર૯૨ કર્મ-વિચાર ભાગ-૩ કરે છે. ઓજસ એટલે વીર્ય અને રજસ્. અથવા દરેક પ્રાણીની ઉત્પત્તિને યોગ્ય સ્થળમાં રહેતા ઓજસપણે પરિણત થયેલાં પુદ્ગલો. પ્રાણી માંથી કેવળ આહાર કરે છે અને શરીરનાં તમામ છિદ્રોથી રોમ આહાર કરે છે, કે જેમાં ઉપરની વર્ગણાઓ આહાર તરીકે ઉપયોગમાં આવે છે. જેમ કેઆપણને ઉપવાસ હોય અને તૃષા લાગે, ત્યારે ગળે પાણીવાળું લૂગડું બાંધીએ છીએ, તરસ છીપે છે તથા ઉપર મલમ વગેરે ચોપડવાથી અંદરના રોગ મટે છે. - આપણે કોળિયો મોંમાં ઉતારીએ છીએ કે તરત મોના બધા અવયવો તેમાં કામ કરવા મંડી પડે છે અને તેમાંથી જેટલો રસ ચુસાય તેટલો રસ ચૂસે છે. એમ ઠેઠ હોજરીમાં જતાં સુધી એમને એમ ચૂસનક્રિયા થતી જાય છે. એ ચૂસવા દ્વારા પણ શરીર આહાર કરે છે. શરીરપર્યાપ્તિ-હોજરીમાં ગયેલો આહાર અથવા શરીરમાં આવેલા શરીરવર્ગણાના સ્કંધો, તથા પ્રથમ સમયે ગ્રહણ કરેલ ઓજસ આહાર, એ દરેક ઉપર શરીરરચનાને યોગ્ય ક્રિયા થવા માંડે છે. તે કરનારને શરીર પર્યાપ્તિ કહેવાય છે. આહારમાં રૂપાંતર થવા માંડે છે, તેના ગંધ, રંગ, સ્વાદ, સ્પર્શ વગેરે તમામ બદલાઈ જાય છે. - હોજરીમાં ગયેલો આહાર પરિણામ પામીને તેમાંથી અમુક રસ ચુસાય છે, તે આહરણ ક્રિયા. તેમાં હોજરીમાંનો રસ મળીને તેનો જુદો પરિણામ થાય છે. એમ હોજરીમાંથી નીકળેલો ભાગ આંતરડામાં જાય છે. અને ત્યાં પણ આ જ રીતે રસ ચુસાય છે, ને આહારણ ક્રિયા થાય છે, તેમાં બીજાં તત્ત્વો ભળે છે અને રૂપાંતર થાય છે, એ શારીરિક ક્રિયા થાય છે, એમ . ચાલતાં ચાલતાં કૂચા રહે છે, તે મળરૂપે બહાર નીકળી જાય છે. ઉપર પ્રમાણે શરીરના જુદા જુદા અવયવોએ ચૂસેલો રસ પણ એ ને એ સ્વરૂપમાં નથી રહેતો, તેમાં વળી અમુક પરિણામ થઈને તે લાલ બને છે, એટલે લોહી બને છે, તે હૃદયમાં જઈ આખા શરીરમાં લાય છે. રસનું લોહી બને અને લોહી હૃદયમાં જાય ત્યાં સુધીમાં પણ શરીરની જીવનક્રિયાના અનેક જાતનાં પરિણામો થાય છે. પિત્તાશય વગેરે

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330