Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 316
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૧ શ્વાસોચ્છવાસ વિના વધારે જીવી જ કેમ શકાય ? તેને જેમ બને તેમ વહેલાસર મરવું જ જોઈએ, એટલે તે અપર્યાપ્ત કહેવાય. પરંતુ એટલું યાદ રાખવું કે, અપર્યાપ્તને પણ પહેલી ત્રણ જીવનક્રિયાઓ તો હોય જ. તે સિવાય તે પ્રાણીનું જે નામ હોય તે ન કહેવાય. ત્રણ જીવનક્રિયાઓ શરૂ થઈને ચાલે, તેટલો વખત તો કોઈ પણ પ્રાણી જીવે જ. એટલે કે ત્રણ જીવનક્રિયાઓ ચાલુ કરીને, અથવા પોતાને જેટલી હોય તેટલી પૂરેપૂરી બધીયે પૂરી કર્યા વિના મરે, તે અપર્યાપ્ત પ્રાણી કહેવાય. તેની આવી સ્થિતિ અપર્યાપ્તનામકર્મને લીધે થાય છે. આ છે જીવનક્રિયાઓ આપણા જીવનમાં ચાલે છે, તે ચલાવનાર જીવનશક્તિઓ પણ છ છે. એટલે કે આત્માની એક જીવનશક્તિ છ પ્રકારે વહેંચાઈને પોતાનું કામ કરે છે. આ જીવનશક્તિને જૈનશાસ્ત્રમાં પર્યાપ્તિ નામ આપવામાં આવ્યું છે. એ છ પર્યાપ્તિઓ પ્રાણી જન્મે છે, ત્યારે પ્રગટ થાય છે, અને તે છે જીવનક્રિયાઓ કેવી રીતે ચાલે છે ? પછી પણ જીવ આખા જીવન સુધી પર્યાપ્તિઓ=જીવન ક્રિયાઓ કેવી રીતે ચલાવે છે વગેરે બાબતોને લગતું સૂક્ષ્મ વિવેચન ચોક્કસ સ્વરૂપમાં જૈનશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, તે સમજાવવાનો અહીં પ્રસંગ છે. એટલે સંક્ષેપમાં સમજાવવું પડશે જ. આહારપર્યાપ્તિ- આ પર્યાપ્તિ-શક્તિના-બળથી જીવ શરીર, શ્વાસોજ્વાસ, શબ્દ અને મનને લગતી વર્ગણાઓ ગ્રહણ કરી શકે છે, તેનો યોગ્ય પરિણામ કરી શકે છે, અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. આપણે ખોરાક લઈએ છીએ, તે ગળે ઊતરે ત્યાં સુધી આહારક્રિયા કહેવાય. તેમાં મદદગાર આ પર્યાપ્ત છે. તથા સમયે સમયે ઉપરની વર્ગુણાઓ ગ્રહણ કરીએ છીએ, તે પણ આહાર કહેવાય છે. તેમાં પણ આ પર્યાપ્તિ મદદગાર છે. તથા જીવ ઉત્પન્ન થાય છે, તે જ વખતે નવું શરીર બનાવવા જે ઓજસ્ સ્કંધોમાં દાખલ થાય છે અને આહારરૂપે તેને પ્રહણ કરે છે, તે પણ આ પર્યાપ્તિના બળથી. કાર્પણ અને તેજસ શરીરની મદદથી ઓજસનો આહાર આત્મા

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330