Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 315
________________ ૨૯૦ કર્મ-વિચાર ભાગ-૩ ૪. હવે શ્વાસોચ્છ્વાસ-પ્રાણાપાન નામની જીવનક્રિયા ચાલે છે. તે તો તમે સમજી શકતા જ હશો. આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ કાઢીએ છીએ, તે ચોથી જીવનક્રિયા છે. આ સિવાય બીજી કોઈ જીવનક્રિયાઓ ચાલે છે ? ચાલતી તો હશે. પરંતુ અમે સમજી શકતા નથી. આપ કહો તો કદાચ ખ્યાલ આવે. અહો ! એમાં શું છે ? આપણે બોલવાનું અને વિચારવાનું કામ કરીએ છીએ કે ? હા. હા. એ તો ધ્યાનમાં જ ન રહ્યું. ૫. બોલવાની જીવનક્રિયા અને ૬. વિચારવાની જીવનક્રિયા. એ બે જીવન-ક્રિયા. બોલો હવે કોઈ પણ જાતની જીવનક્રિયા તમારા શરીરમાં થાય છે ? હા. લોહી ફરે છે, આંખો ફરે છે, ગરમી જણાય છે. એ બધી જીવનક્રિયાઓ શરીરની જીવનક્રિયામાં અંતર્ગત થઈ જાય છે. ગરમી રહે છે તે તૈજસ્ શરીરની છે, તે પણ શરીરમાં જ અંતર્ભૂત થાય છે. બસ. છ ઉપરાંત મુખ્ય જીવનક્રિયાઓ વધારે નથી. હોય તો કહેજો. ગમે ત્યારે કહેજો. તેનો વિચાર કરીશું. અમારા ધ્યાનમાં તો આવતી નથી. પરંતુ બધાં પ્રાણીઓને છ જીવનક્રિયાઓ હોય જ, એમ જો આપનું કહેવું હોય, તો આ માખી શો વિચાર કરતી હશે ? અમારું ક્યાં એમ કહેવું છે કે દરેકને છ એ છ જીવનક્રિયાઓ હોય. કેટલાંક પ્રાણીઓને છયે હોય છે. કોઈને પહેલી પાંચ કે ચાર હોય છે. તેથી ઓછી ન હોય. જેને જેટલી કહી તે પ્રમાણે પૂરેપૂરી જીવનક્રિયા ચલાવે તે બધાં પર્યાપ્ત પ્રાણીઓ કહેવાય. પરંતુ તેથી ઓછી હોય, તો તે અપર્યાપ્ત પ્રાણી કહેવાય. કારણ કે

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330