Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

Previous | Next

Page 318
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯૩ સ્થળોમાંથી પિત્ત ભળે છે અને પોતાનો ઉચિત ભાગ તેમાંથી લઈ લે છે. એમ ચાલ્યા કરે છે. શરીરમાં ધકેલાયેલું લોહી પણ માંસ, ચરબી, હાડકાં, મજ્જા, વીર્ય વગેરે રૂપે પરિણામ પામતું જાય છે. એ તો મૂળ સાત ધાતુઓ કહી–રસ, લોહી, માંસ, ચરબી, મજ્જા, હાડકાં, વીર્ય. ઉપરાંત બીજા પણ અનેક અવયવો બને છે, હૃદય, ફેફસાં, બરોળ, પિત્તાશય, દાંત, નખ, વાળ, કફ વગેરે વગેરે જુદા જુદા રંગના, જુદા જુદા ઉપયોગનાં અનેક પરિણામો થાય છે. તે કેવળ આહારમાંથી જ. તેનું ભારે સૂક્ષ્મ પૃથક્કરણ થઈને અનેક જાતની ચીજોમાં તે વહેંચાઈ જાય છે. તે બધું શારીરિક જીવનક્રિયાને લીધે. અને તેની પાછળ શ૨ી૨૫ર્યાપ્તિનું બળ હોય છે. આ રીતે શારીરિક જીવનક્રિયાના બળથી પરિણામ પામેલાં તત્ત્વોમાં પણ એક જાતની જીવનશક્તિ ઉત્પન્ન થાય છે. તે નવાંઓને પોતાનો વારસો આપે છે અને પોતે નિરુપયોગી થતાં જાય, તેમ તેમ શરીરથી ખરતાં જાય છે. આમ પ્રતિ સમય ચાલ્યા કરે છે. આપણે નિર્જીવ નખ કાપી નાંખ્યા, કે વાળ કતરાવી નાંખ્યા કે તરત પાછળ નવા આવે છે. તે સતત ચાલતી આ જીવનક્રિયાને લીધે. ગૂમડું થયું હોય, તે પણ અમુક વખતે વગર ઔષધે પણ મટી જાય છે. તે પણ આ ક્રિયાને લીધે જ. નવાં નવાં જીવનતત્ત્વો ત્યાં દાખલ થાય છે, અને જૂનાં જૂનાં નિઃસત્ત્વ થઈને ખરતાં જાય છે, આમ સતત ચાલ્યા કરે છે. આ બાબત વૈદ્યકીય શારીરિક રચનાનું જ્ઞાન હોય, તો વધારે સારી રીતે સૂક્ષ્મતાથી સમજાય. ઇંદ્રિયપર્યાપ્તિ. શરીરપણે પરિણત થયેલાં તત્ત્વો ઇંદ્રિયોનાં સ્થાનો પામીને ત્યાં વધારે તેજસ્વી અને બહારના પદાર્થોનું જ્ઞાન કરવા માટે વધારે પાણીદાર થઈને ઉપયોગમાં આવે છે. આ જાતની અમુક તત્ત્વોમાં થતી જીવન-ક્રિયા, તે ઇંદ્રિયપર્યાપ્તિના બળથી થાય છે. એટલે કે તીવ્ર જીવનક્રિયાશક્તિવાળા અવયવો તૈયાર થઈ જાય છે, અને તેમાં પણ

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330