________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૭
કરવા ધારે તો કરી શકે છે, પરંતુ આ કર્મો તેને એવી ફરજ પાડે છે કે, તમારે વ્યાપવાનું ક્ષેત્ર વધારેમાં વધારે અમુક હદ સુધીનું જ અને ઓછામાં ઓછું અમુક હદ સુધીનું. તેમાં આંખથી જોઈ શકાય એવા સ્થૂળ ક્ષેત્રમર્યાદામાં વ્યાપવાની પરવાનગી આપનાર બાદરનામકર્મ છે. અને નાનામાં નાની ક્ષેત્રમર્યાદામાં વ્યાપવા છતાં આંખથી ન જોઈ શકાય તેટલી સૂક્ષ્મ ક્ષેત્રમર્યાદામાં વ્યાપવાની પરવાનગી આપનાર સૂક્ષ્મનામકર્મ છે. માટે તે બન્ને પ્રકૃતિઓ જીવવિપાકી છે. અર્થાત્ આત્મપ્રદેશોની સંસર્ગ-વિસર્ગશક્તિની ચોક્કસ મર્યાદાઓ નક્કી ક૨ના૨ આ કર્મો છે. આ કર્મે નક્કી કરી આપેલી ક્ષેત્રમર્યાદામાં જ તેના આત્મપ્રદેશો વ્યાપે છે. ન વધારે ક્ષેત્રમાં, ન ન્યૂન ક્ષેત્રમાં. પછી શરીરરચના પણ તે માપ પ્રમાણે જ થાય છે. અને એ જ પ્રમાણે શ૨ી૨વર્ગણાના સ્કંધોનો પણ સ્થૂલ કે સૂક્ષ્મ પરિણામ થાય છે. જો કે પુદ્ગલ દ્રવ્યમાં સ્થૌલ્ય કે સૌક્ષ્ય પરિણામો થાય છે તેમ આત્મામાં પણ પ્રદેશોના સંસર્ગ-વિસર્ગથી નાના મોટાપણું થાય છે.
આત્માના નાના-મોટાપણાના નિયામક આ કર્મો આત્મા ઉપર સીધી અસર કરે છે. છતાં તેની અસર શરીર ઉપર પણ જણાય છે. એટલે સૂક્ષ્મ પ્રાણીઓનાં શરીરો ગમે તેટલા સાથે મળે તોપણ ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકતાં નથી અને સ્થૂલ પ્રાણીઓનાં શરીરો ઇંદ્રિયગ્રાહ્ય થઈ શકે છે.
૧૩૬. ૮૮. ૧. પર્યાપ્તનામકર્મ
૧૩૭. ૮૯. ૨. અપર્યાપ્તનામકર્મ આ બન્ને સપ્રતિપક્ષ છે.
આ કર્મનો વિચાર વિસ્તારથી સમજવા જેવો છે, પરંતુ અહીં તો સંક્ષેપમાં જ તે સમજાવીશું.
પ્રાણી ઉત્પન્ન થઈ જન્મ ધારણ કરી છેવટે મરણ પામે છે. ત્યાં સુધી તેની જીવનક્રિયા ચાલ્યા કરે છે. માટે “તે જીવે છે” એમ કહેવાય છે. આ જીવનક્રિયા ન ચાલતી હોય, તો શરીર વગેરે સાધનો વિદ્યમાન છતાં પ્રાણી જીવી ન શકે, પરંતુ “મરણ પામેલ છે” એમ કહેવાય.
જીવનક્રિયાઓને ચલાવનારું પ્રેરક બળ જીવનશક્તિ છે અને એ