________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૭
તેવી રીતે આકાશના પ્રદેશની શ્રેણીઓ (લાઇનો) સર્વ દિશામાં જાય છે. કોઈપણ જીવ કે પરમાણુસ્કંધો શ્રેણીઓના ક્રમ પ્રમાણે ગતિ કરી શકે છે. જેમ રેલવે લોઢાના પાટાની લાઈન પ્રમાણે ચાલે છે તેમ એ ગતિ કરનારાં દ્રવ્યો શ્રેણીને છોડ્યા વિના ગતિ કરે છે. આમ ક્રમસર ગતિ કરવી તેનું નામ આનુપૂર્વી. આનુપૂર્વી કરવા છતાં ઉત્પત્તિક્ષેત્ર આડેઅવળે સ્થળે હોય તો ત્યાં આનુપૂર્વી પ્રમાણે જીવને જવા માટે પ્રેરકબળ આપનાર આ કર્મ છે. જો આ કર્મ ન હોય તો સીધી શ્રેણી ઉપર તો જીવ ચાલે, પરંતુ શ્રેણી બદલવાનું તેનાથી બની શકતું નથી. એ આનુપૂર્વી-શ્રેણીનો ક્રમ બદલી આપવાનું કામ આ કર્મ કરે છે. જેમ રેલવે એક પાટા ઉપર સીધી જતી હોય છે. પરંતુ તેને બીજે પાટે ચઢાવવાની છે અને જુદી જ દિશાના પ્રદેશો તરફ ચલાવવાની છે, પરંતુ જો સાંધાવાળો સાંધો બદલી આપીને બીજે પાટે ન ચઢાવી આપે તો તે તો એમને એમ સીધી જ ચાલ્યા કરે. પરંતુ ધારેલ પ્રદેશ ન પહોંચે. તેમ ધારો કે એક કીડીનો જીવ મારી સામેની આ પેટી પરથી નીકળીને આ મકાનના પેલા ખૂણામાં અધ્ધર રહેલા લાકડાના પાટિયા પર કુંથુરૂપે ઉત્પન્ન થવાનો છે. તે જીવ પ્રથમ જ્યાં છે ત્યાંથી સીધો ઊંચે તો જાય. પરંતુ તે ઊંચે
ક્યાં સુધી ચાલ્યો જાય ? તેને આ આનુપૂર્વીકર્મ આગળ જતો અટકાવી જયાં ઉત્પન્ન થવું છે તેની હદ સુધી ઊંચો જાય એટલે વાળીને ઉત્પત્તિક્ષેત્ર તરફ સહેલાઈથી જઈ શકાય તે શ્રેણી તરફ વાળી દે છે. અને છેવટે શ્રેણી પર જ ચલાવીને ઉત્પત્તિક્ષેત્ર સુધી લાવી મૂકે છે. જુઓ આ રીતે[શિક્ષકે આકૃતિ કાઢી સમજાવવું.
આ કર્મ ન હોય તો જીવમાત્ર સીધી શ્રેણીમાં ગતિ કર્યે જાય, પરંતુ ઉત્પત્તિસ્થળે જઈ ન શકે. ત્યાં ગયા વિના તેનો છૂટકો તો નથી. કારણ કે
ત્યાં જવા માટે અનેક જાતની સામગ્રી લઈને નીકળ્યો છે. મોક્ષમાં સીધો પહોંચી જવાની તો તેની પાસે યથાયોગ્ય સામગ્રી છે જ નહીં એટલે અને શ્રેણી વિના તો ગતિ થઈ શકતી નથી એટલે શ્રેણી બદલી બીજી શ્રેણી પર ચઢવાને માર્ગદર્શક પ્રેરક બળ આપનાર આ કર્મ છે, તેના બળથી તે ઉત્પત્તિક્ષેત્ર સુધી પહોંચી જાય છે. સીધી શ્રેણીએ ગતિ કરવા સિવાય બીજી રીતે કરવાનું સામર્થ્ય જીવમાં કર્મની મદદ વિના શી રીતે આવી શકે ? હવે