Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 300
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૫, આપ્યા છે. સુંઠ રંગે ધોળી, ગંધ-સુગંધી, સ્વાદે તીખી અને સ્પર્શે ખડબચડી હોય છે. તે પ્રમાણે બધામાં યથાયોગ્ય રીતે સમજી લેવું. ૧૧૦. ૬૨. ૧. ગુરુસ્પર્શનામકર્મ–દાખલા-લોઢું, પથ્થર, આપણું શરીર. ૧૧૧. ૬૩. ૨. લઘુસ્પર્શનામકર્મ-દાખલારૂ પક્ષીનું શરીર. ૧૧૨. ૬૪. ૩. મૂદુસ્પર્શનામકર્મ–દાખલા-ફળો, ફૂલો, આપણાં શરીરો. ૧૧૩. ૬૫. ૪. ખરસ્પર્શનામકર્મ–દાખલા–સીતાફળ, અનેનાસ, સંતરાં, શીળો, મગર. ૧૧૪. ૬૬. ૫. શીતસ્પર્શનામકર્મ-દાખલા-કેળ, બરફ, પાણી. ૧૧૫. ૬૭. ૬. ઉષ્ણસ્પર્શનામકર્મ–દાખલા–અગ્નિ. ૧૧૬. ૬૮. ૭. નિગ્ધસ્પર્શનામકર્મ–દાખલા-કેટલાંક જંતુઓના શરીર ઉપર ચીકાશ હોય છે. ૧૧૭. ૬૯. ૮. રુક્ષસ્પર્શનામકર્મ—દાખલા-કેટલાંક જંતુઓના શરીર રાખ જેવા લૂખા હોય છે. | વિહાયોગતિનામકર્મ પ્રાણીને શરીર અને તેને લગતી ઘણીખરી સગવડો ઉપરનાં કર્મોથી મળે છે, ત્રસનામકર્મ ગતિશક્તિ આપે છે, પરંતુ ગતિ એટલે ચાલવાની રીતમાં પણ ફેરફાર હોય છે. કેટલાંક પ્રાણીઓની ગતિ સુંદર આનંદ આપે તેવી હોય છે, એટલે વખણાય છે. જેમકે ઉત્તમ ઘોડા, હાથી, બળદ, ગાય, હંસ વગેરે વગેરે. અને કેટલાકની ચાલ એટલી બધી ખરાબ હોય છે કે જે વખણાતી નથી. ઊંટ, ખચ્ચર વગેરે વગેરે. આ ગતિ આકાશના અવકાશમાં પ્રાણીઓ કરે છે. એટલે ‘વિહાયોગતિ' નામ આપી પ્રથમ જણાવેલા ગતિનામકર્મથી આ કર્મને જુદું પાડેલ છે. આકાશને બદલે વિહાયસ્ શબ્દ વાપરેલો છે.

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330