________________
સત્તા ૧૨૭
એવું કર્મ) પણ બાંધ્યું. તે બન્નેયની સ્થિતિનો નિયમ એક વર્ષનો થયો હોય, અને વર્ષ પૂરું થઈ, જ્યાં સુધી તે કર્મ આત્માથી છૂટાં ન પડે, ત્યાં સુધી તે બન્નેય કર્મની સત્તા ગણાય.
હવે કદાચ રતિકર્મ હાસ્યકર્મમાં સંક્રમણકરણના બળથી સંક્રમી જાય, તો બંધ બન્નેયનો ગણાય, પણ સંક્રમ પછી સત્તા એકલા હાસ્યકર્મની જ ગણાય. અને ઉદય તથા નિષેક પણ હાસ્યકર્મનો જ થવાનો. તેથી હસવું આવે, ને રતિ-આનંદ ઉત્પન્ન ન થાય.પરંતુ સંક્રમ્યા પહેલાં બન્નેયની, ને પછી એકની સત્તા ગણાય.
વળી, દુનિયાનો ખોટો ખ્યાલ બેસે તેવું મિથ્યાભાન કરાવનાર (મિથ્યાત્વદર્શનમોહનીય) કર્મ બાંધ્યું હોય, તેના ઉપર ઉપશમના, સંક્રમણાદિક કરણોની અસર થવાથી :
૧. તે કર્મનો અમુક ભાગ તદ્દન ઝાંખું મિથ્યાભાન કરાવે, તેવો બની જાય છે.
૨. તે કર્મનો અમુક એક ભાગ મધ્યમ-મિથ્યાભાન કરાવે, તેવો બની જાય છે.
૩. અને તે કર્મનો અમુક એક ભાગ તદ્દન મિથ્યાભાન કરાવે, તેવો બાકી રહે છે. એમ એક કર્મના ત્રણ ભાગ પડી જાય છે. તે વખતે બંધ તો માત્ર એકલા મિથ્યાત્વદર્શનમોહનીયકર્મનો જ થયો હતો. પણ તેના ત્રણ ભાગ પડી ગયા. તે ભાગો ઉદયમાં ફળ બતાવતી વખતે પણ જુદી જુદી અસર ઉપજાવશે. તેથી બંધમાં કર્મ એક હોવા છતાં સત્તા ત્રણ કર્મની ગણાય.
(૧) ઝાંખું મિથ્યાભાન કરાવનાર કર્મ.
(૨) મધ્યમ મિથ્યાભાન કરાવનાર કર્મ. (૩) તદ્દન મિથ્યાભાન કરાવનાર કર્મ.
એ ત્રણેય કર્મની સત્તા ગણાય, અને બંધ માત્ર એકલા મિથ્યાભાન કરાવનાર કર્મનો જ ગણાય.
આ રીતે, બંધાયેલાં કર્મોની અને સત્તામાં રહેલાં કર્મોની સંખ્યામાં કરણોને લીધે ફેર પડે છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર થશે.
અમોએ ઉદાહરણ તરીકે હાસ્યકર્મના બંધ, અબાધા, ઉદયાવલિકા,