________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૨૫
અવધિજ્ઞાન-ઇંદ્રિયોની મદદ વિના સાક્ષાત્ આત્મિક શક્તિથી તમામ રૂપવાળા પદાર્થોનાં પુદ્ગલ દ્રવ્યો જાણવાની શક્તિ.
મન:પર્યાયજ્ઞાન–અમુક સ્થળમાં રહેલા અમુક જાતનાં પ્રાણીઓનાં મનના વિચારો જાણવાનું જ્ઞાન.
કેવળજ્ઞાન–સર્વ જાણવાની શક્તિ. ૧ ૧. કેવળજ્ઞાનાવરણીય–કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૨ ૨. મન:પર્યાયજ્ઞાનાવરણીય-(કેવળજ્ઞાનનું આવરણ કરવા છતાં
આત્માના, ૧. મનના વિચારો જાણી શકે તેવો, ૨. જગતના રૂપી પદાર્થો જાણી શકાય તેવો અને ૩. શાસ્ત્રોની મદદથી ઘણા પદાર્થો જાણી શકાય તેવો તથા ૪. ઇંદ્રિયો દ્વારા પણ કેટલુંક જ્ઞાન થઈ શકે તેવો, એમ કેટલાક પ્રકાશ આવરણ થયા વિનાના બાકી રહે છે.
તેમાં) મન:પર્યાયજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૩ ૩. અવધિજ્ઞાનાવરણીય-અવધિ જ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૪ ૪. શ્રુતજ્ઞાનાવરણીય–શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર કર્મ. ૫ ૫. મતિજ્ઞાનાવરણીય–મતિ જ્ઞાનનું આવરણ કરનાર કર્મ.
છેલ્લાં બે આવરણો એ બન્ને શક્તિઓને પૂરેપૂરી નથી આવતાં, તેથી દરેક પ્રાણીઓને તે બે આવરણો હોવા છતાં ઓછેવત્તે અંશે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન હોય છે.
આવરણના ક્રમથી આમાં બતાવેલો અનુક્રમ બરાબર છે. પરંતુ વિકાસક્રમની દૃષ્ટિથી ઊલટો ક્રમ લેવો. એટલે પહેલું મતિજ્ઞાન અને છેલ્લે કેવળજ્ઞાન થાય છે. માટે શાસ્ત્રોમાં આ ક્રમ લીધો છે.
૨. દર્શનાવરણીયકર્મ.
દર્શન–વસ્તુમાત્રમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. દર્શન ગુણને ઢાંકનાર કર્મ તે દર્શનાવરણીય. તેના બે પ્રકાર છે
૧. એક દર્શન ગુણના આચ્છાનરૂપ છે. ૨. બીજો આચ્છાદિત દર્શનગુણના પણ કંઈક અનાચ્છાદિત જે અંશો રહે છે તેના ઉપર પણ