________________
પાઠ દકો
કર્મપ્રકૃતિ નિરૂપણ ૧. જ્ઞાનાવરણીયકર્મ ૨. દર્શનાવરણીયકર્મ ૩. વેદનીયકર્મ ૪. મોહનીયકર્મ ' ૫. આયુષ્યકર્મ.
કર્મપ્રકૃતિઓ વિશે ઘણું સમજ્યા, પરંતુ જાણે બધું અવ્યવસ્થિત સમજયા હોઈએ, તેમ લાગે છે. તેથી કાંઈક વ્યવસ્થિત સમજાવો તો સારું.
હા. મને પણ એમ જ લાગ્યું છે. તમારી માંગણી બરાબર છે. તમારે ૧૫૮ નામ બરાબર મોઢે કરી નાંખવા જોઈએ અને એકેકના શબ્દ ઉપરથી સમજાય તેટલો ભાવાર્થ ધ્યાનમાં રાખવો અને બાકીનો વારંવારના મનનથી યાદ રાખવો. આ ૧૫૮ પ્રકૃતિઓ આગળ હવે દરેક વખતે બહુ જ ઉપયોગમાં આવવાની છે માટે તેને યાદ રાખવામાં અને સમજવામાં કચાશ રાખશો નહીં.
આપે અમને બહુ સારી ભલામણ કરી ચેતવ્યા, તે ઠીક જ થયું. સાંભળો ત્યારે- આત્માની૧. જ્ઞાનાવરણીયકર્મ -જ્ઞાનશક્તિ ઢાંકે છે. ૨. દર્શનાવરણીયકર્મ -દર્શનશક્તિ ઢાંકે છે. ૩. વેદનીયકર્મ -અનંત આનંદ ઢાંકી સુખદુઃખની લાગણી
ઉત્પન્ન કરે છે. ૪. મોહનીયકર્મ -સમ્યગુ દર્શન અને ચારિત્રશક્તિનું આવરણ
કરે છે. ભ્રમણા ઉત્પન્ન કરે છે.