________________
૨૫૦ કર્મ-વિચાર ભાગ-૩
૨. મૃદુસ્પર્શનામકર્મ. ૩. કર્કશસ્પર્શનામકર્મ.
૪. શીતસ્પર્શનામકર્મ.
૧૩. વિહાયોગતિનામકર્મ ૨.
૧. શુભવિહાયોગતિનામકર્મ.
૨. અશુભવિહાયોગતિનામકર્મ. ૧૪. આનુપૂર્વીનામકર્મ ૪.
૧. દેવાનુપૂર્વીનામકર્મ.
૨. મનુષ્યાનુપૂર્વીનામકર્મ.
૬. ઉષ્ણસ્પર્શનામકર્મ.
૭. સ્નિગ્ધસ્પર્શનામકર્મ.
૮. રુક્ષસ્પર્શનામકર્મ.
૩. તિર્યંચ્ચાનુપૂર્વીનામકર્મ. ૪. ના૨કાનુપૂર્વીનામકર્મ.
ખાસ સૂચના-આ પ્રમાણે નામકર્મનાં ૧૦૩ નામો તમારે બરાબર મોઢે કરી નાંખવાં, અને બીજા ચાર કર્મનાં ૪૮ નામો આવી ગયાં છે. તે તો તમને બરાબર યાદ હશે. જો ન હોય તો તે પણ બરાબર મોઢે થયા પછી જ પાઠ આગળ ચલાવીશું.
૧. ગતિનામકર્મ-
ગતિ-‘ગતિ” શબ્દનો અર્થ તો “જવું” થાય છે. પરંતુ દરેક શબ્દોના અર્થો તે તે શાસ્ત્રોની દૃષ્ટિથી પારિભાષિક બની જઈ રૂઢ થઈ જાય છે. એટલે અહીં કર્મ વિચારની દૃષ્ટિથી ગતિ શબ્દનો અર્થ “પરિસ્થિતિ’ એવો કરવો. આત્મા પાંચ પરિસ્થિતિમાં રહેતો જોવામાં આવે છે. તેમાંની ચાર પરિસ્થિતિમાં—તે આમાંથી તેમાં, અને તેમાંથી આમાં—આવ-જા કરે છે. અને પાંચમી સિદ્ધાવસ્થા નામની પરિસ્થિતિમાં ગયા પછી તેને ક્યાંય જવા આવવાનું થતું નથી, એ પરિસ્થિતિમાં કાયમ રહેવું, એ આત્માની સ્વાભાવિક પરિસ્થિતિ છે. આ ગતિનામકર્મ એ સ્વાભાવિક પરિસ્થિતિનું આચ્છાદન કરી બીજી ચાર પરિસ્થિતિમાં આત્માને ફેરવે છે. આ કર્મ તેમાં પ્રેરક છે. તેથી પણ આ કર્મનું નામ “ગતિનામકર્મ’' માનવામાં વાંધો નથી. કેમકે ચાર પરિસ્થિતિમાં ગતિ કરવી પડે છે. જો આ કર્મ ન હોય, તો આત્મા સિદ્ધાવસ્થાની પરિસ્થિતિમાં જ રહે. એટલે તે પરિસ્થિતિમાં થતી