________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૫ છે. એક સોયના નાકા જેટલી જગ્યામાં પણ બધી વર્ગણાઓ હોય છે. એટલા એ સમુદાયમાંથી આ સંઘાતનનામકર્મ સજાતીયવર્ગણાઓને પોતાની સજાતીયવર્ગણા તરફ ખેંચી એકત્ર કરે છે.
૩. અથવા, આ રીતે શરીરનામકર્મ, આહારપર્યાપ્તિ તથા શરીર પર્યાપ્તિનામકર્મના બળથી પરિણામ પામીને આવેલી વર્ગણાઓને સજાતીય તથા વિજાતીય વર્ગણા સાથે સંઘાતન કરી મૂકે એટલે પછી બંધનનામકર્મ તેનું પરસ્પર બંધન કરી નાંખે.
આ બાબત હજુ આ વિષયના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને શાસ્ત્રનો તાત્પર્યાર્થ નક્કી કરવો.
બંધન જો કે અનેક જાતનાં થાય છે. પરંતુ જૂની વર્ગણાઓ સાથે નવી જે વર્ગણાઓનું સંધાન કરવાનું હોય છે, તે વધારેમાં વધારે પાંચ જાતનું હોય છે. એટલે સંઘાતનનામકર્મ પાંચ જાતના ગણાવેલાં છે.
૮૧. ૩૩. ૧. ઔદારિકસંઘાતનનામકર્મ—ઔદારિક વર્ગણાના સંઘાતમાં પ્રેરક કર્મ. એ જ પ્રમાણે નીચેના ચાર સમજી લેવા.
૮૨. ૩૪. ૨. વૈક્રિયસંઘાતનનામકર્મ
૮૩. ૩૫. ૩. આહા૨કસંઘાતનનામકર્મ ૮૪. ૩૬. ૪. તૈજસંઘાતનનામકર્મ
૮૫. ૩૭. ૫. કાર્યણસંઘાતનનામકર્મ
ઉપર પ્રમાણે જ વૈક્રિય વગેરે માત્ર શબ્દના ફેર કરીને ભાવાર્થ સમજી લેવો.
૭. સંહનનનામકર્મ.
આ કર્મ શરીરની મજબૂતીનું પ્રેરક છે. શરીરમાં જે મજબૂતી જણાય છે, તે સંહનન અને તે ઉત્પન્ન કરનાર આ કર્મ છે. જો આ કર્મ ન હોય તો શરીરમાં મજબૂત ન આવે. બળનું પ્રેરક જો કે આત્મિક વીર્ય-શક્તિ છે. છતાં તેને પ્રગટ થવા માટે શરી૨માં જે મજબૂતી હોય છે, તેનું પ્રેરક આ કર્મ છે.