________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૫૩ વર્ગનાં મુખ્ય ચાર ભેદક કારણોથી મુખ્ય ચાર વર્ગ પાડવામાં આવ્યા છે. તેનાં પ્રેરક કર્મો પણ ચાર ગતિનામકર્મોથી ઓળખાવ્યાં છે. તિર્યગ્નતિનામકર્મ કપટી પ્રપંચી જીવન ગાળનારા બાંધે છે.
પર. ૪. ૪. નારકગતિનામકર્મન્નારક સ્થળોમાં રહેલા, ભયંકર યાતનાઓથી ભરેલા વાતાવરણમાં રહેવું, ઈંડામાંથી નીકળેલા પીંછા વિનાના પક્ષીના બચ્ચા જેવી અણગમતી અમુક આકૃતિ ધારણ કરવી વગેરે વગેરે પરિસ્થિતિ, તે નારક ગતિ. અને તેનું પ્રેરક કર્મ, તે નારક ગતિનામકર્મ. આ કર્મ ઘણાં જ પાપી અને મહા આરંભનાં કામો કરનારા, ઊથલપાથલિયા માણસો તીવ્ર અશુભ અધ્યવસાય સ્થાનકો અને યોગ સ્થાનકોના બળથી બાંધે છે.
૨. જાતિનામકર્મ
આખા પ્રાણીવર્ગના ચાર ગતિની દૃષ્ટિથી મુખ્ય ચાર વિભાગો પડે છે, તેમ જાતિની દૃષ્ટિથી મુખ્ય પાંચ વિભાગ પડે છે. જાતિના પેટા વિભાગ પાડતા પાડતા ઠેઠ વ્યક્તિ સુધી આવી જઈએ છીએ. એ વ્યક્તિ સુધી આવીને પણ બીજી વ્યક્તિ કરતાં અમુક એક વ્યક્તિને જુદી પાડવા માટે તેનું નામ રાખવું પડે છે. જેમ કે તમે અને છોટાલાલ બન્ને માણસ તો છો જ. જો કોઈ વણિકની જરૂર પડે, તો તમારામાંથી કોઈ પણ એક જાય તો ચાલે. તમે બન્ને સગા ભાઈ હો અને બેમાંથી ગમે તે એક માબાપની સેવા કરો, તો ચાલે, પરંતુ તમારાં લગ્ન કરવા હોય, કે મિલકતનો ભાગ આપવો હોય, ત્યારે બન્નેનાં જુદા જુદા નામની જરૂર પડે જ. “આ ભાગ છોટાલાલનો, આ ભાગ રસિકલાલનો. હવે નાતજાતમાં જમવા જવું હોય તો તમે વિશાશ્રીમાળીમાં જઈ શકો, પરંતુ આ ચંપકલાલને તો પોરવાડમાં જ જવું પડે. આ રીતે પ્રાણીવર્ગના એક મુખ્ય વિભાગમાં, તથા તેના પેટા વિભાગમાં આત્માને ઉત્પન્ન કરવાનું નક્કી કરી આપી, તે તે નામ નક્કી કરી આપવાનું કામ આ કર્મ કરે છે. આત્માની સમાન જાતિ બીજા આત્માઓ સાથે છે. અને તેનું મૂળ નામ, “આત્મા, જીવ” વગેરે છે. છતાં તેની એ સ્થિતિ આ કર્મ આવરી દે છે, અને પોતાની શુદ્ધ સમાનતા સિવાય બીજી જાતની સમાનતા તેમાં ઉત્પન્ન કરે છે. એટલે કે આત્માને શુદ્ધ સ્થિતિમાં રહેવા દેવાને બદલે બીજી જ પરિસ્થિતિમાં જન્માવે છે, ઉત્પન્ન કરે