________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ચાલુ) ૨૫૭ રચનાને લાયક પરિણામ થવા માંડે છે. એ જ રીતે એક શરીરમાં એક જીવને રહેવાનું હોય તો પ્રત્યેકનામકર્મની અસર થઈ શરીરરચના તેવી થવા માંડે. અને જો એક શરીરમાં અનંત જીવોને રહેવાનું હોય તો સાધારણનામર્મ ઉદયમાં આવે, એટલે શરીરનું બંધારણ અનંત જીવોને રહેવા લાયક થવા માંડે છે. એ જ રીતે જો પૂળ રચના કરવાની હોય તો બાદરનામકર્મ અને સૂક્ષ્મ રચના કરવાની હોય તો સૂક્ષ્મનામકર્મ પોતાની અસર પહોંચાડવા માંડે છે. એટલે કે પહેલી વખતે આવેલી વર્ગણાના આહારનો પરિણામ જ પહેલેથી જ તેવો થવા માંડે છે.
વળી, પરિણામ પામેલી વર્ગણામાંથી શરીરપર્યાપ્તિ શરીરને લાયક રચના કરે છે, તેની સાથે જ સંઘાતનનામકર્મ રીતસર સજાતીય શરીરના પરમાણુઓના જથ્થાને સજાતીય સાથે ગોઠવે છે બંધનનામકર્મ પરસ્પર ચોંટાડી પહેલેથી જ શરીર બાંધવાનું કામ કરવા માંડે છે.
આ વખતે જ નિર્માણનામકર્મ પણ “ક્યા અવયવો ક્યાં ગોઠવવા? તે નક્કી કરવા માંડે છે અને અંગોપાંગનામકર્મ જેવાં અંગોપાંગ કરવાના નક્કી કરી આપ્યાં હોય, તેને ધ્યાનમાં રાખીને પ્રથમથી જ તેવો પરિણામ થાય છે. એટલે ઇંદ્રિયપર્યાપ્તિ જ્યારે ઇંદ્રિયોના વિભાગ અને તેના જુદા જુદા અવયવોમાં એ પરમાણુના જથ્થાને વહેંચવા માંડે છે ત્યારે પણ નિર્માણ અને અંગોપાંગને ધ્યાનમાં રાખીને પ્રથમથી જ થયેલા પરિણામ પ્રમાણે બરાબર ગોઠવાતા જાય છે.
વળી એ અવયવોના અને એકંદર આખા શરીરના આકારો સંસ્થાનનામકર્મે નક્કી કરી આપ્યા હોય છે, તે પ્રમાણે પહેલેથી જ તેને યોગ્ય પરિણામ થાય છે, એટલે તૈયાર થતાની સાથે જ એ જાતનો આકાર ગોઠવાઈ જાય છે. એ જ રીતે મજબૂતી માટે પણ સમજવું. કારણ કે સંસ્થાનનામકર્મે પહેલેથી પરિણામ થતી વખતે પોતાની અસર પાડવી શરૂ કરી દીધી હોય છે. પછી તો રંગ, ગંધ, રસ અને સ્પર્શ પણ બહાર ગોઠવાઈ જાય છે. તેનું ચોક્કસ ધોરણ તો પહેલેથી જ વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મે નક્કી કરી આપ્યું હોય છે. એટલે તે જ પ્રમાણેનો રંગ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે