________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૧
૬૪. ૧૬. ૨. વૈક્રિયઅંગોપાંગનામકર્મ.
૬૫. ૧૭. ૩. આહારકઅંગોપાંગનામકર્મ.
ઉપર પ્રમાણે સમજી લેવાં.
૫. બંધનનામકર્મ.
આ કર્મ, શરીરને માટે મળેલી વર્ગણાઓને પરસ્પર મેળવી તેનું એકાકાર મિશ્રણ કરે છે.
આત્મા જ્યારે બીજા ભવમાંથી આવ્યો તે વખતે તેની સાથે તૈજસ્ અને કાર્મણ એ બે શરીર તો હતાં જ. ત્યાર પછી જે સમયે તેણે સૌથી પહેલી ઔદારિક વર્ગણા લીધી, ત્યારે તૈજસ્ અને કાર્મણ વર્ગણાઓ પણ લીધી જ હતી. હવે પ્રથમનાં બે શરીરની સાથે નવા શરીરને એકાકાર કરવું જોઈએ. એટલે ઔદારિક વર્ગણાના પરમાણુઓનો યોગ્ય પરિણામ થઈ જાય કે તરત આ બંધન નામકર્મ તૈજસ્ તથા કાર્પણ સાથે તેને મેળવે છે. અને પછી નવી ઔદારિક વર્ગણા આવે તેને પોતાની સાથે મેળવે છે. તે જ સમયે તૈજસ્ અને કાર્પણ ૫૨માણુઓ નવા આવે છે. તેને પણ એકાકાર કરી આપે છે.
બીજું, તૈજસ્ અને કાર્યણ એ બન્ને શરીરનું કાર્ય જો કે જુદું જુદું હોય છે. છતાં તે બન્ને પણ એકાકાર થયેલાં હોય છે. આ રીતે એકાકાર થયેલાં શરીરો જલદી જુદાં પડી શકતાં નથી. કેવી વિચિત્ર ઘટના ! છેવટે પ્રાણી ઘણી ભૂલો કરે ત્યારે જ એ સંબંધ છૂટો પડે છે. અને છેવટે નવું બનાવેલું હતું તે શરીર પણ છોડીને, કાર્મણ તૈજસના મિશ્રણવાળા શરીરને જુદું પાડી તેને પોતાની સાથે લઈ આત્મા ભવાંતરમાં ચાલ્યો જાય છે. આ રીતે વિચાર કરતાં નીચે પ્રકારે બંધનો નક્કી થયાં—
૧. đજ-કાર્યણ. ૨. તૈજસ્-તૈજસ્. ૩. કાર્મણ-કાર્મણ. ૪. ઔદારિક-તૈજસ્. ૫. ઔદારિક-કાર્યણ. ૬. ઔદારિક-તૈજસ્ કાર્મણ. ૭. ઔદારિક-ઔદારિક. આ સાત રીતે પરસ્પર મિશ્રણ થઈ શરીરનું બંધારણ બંધાય છે. હવે દેવ તથા નારકને વૈક્રિય શરીર હોય છે. એટલે તેઓને ઔદારિકને બદલે વૈક્રિય શબ્દ મૂકવો. અને આહારક શરીરવાળાને આહારક