________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૫૧ સ્વાભાવિક ગતિ અટકાવી આ કર્મ બીજી ચાર પરિસ્થિતિઓ અને તેમાં ગતિ ઉત્પન્ન કરી આપે છે.
જ્યાં સુધી એક પણ પરિસ્થિતિમાં આત્માને માટે જવાનું આ કર્મ નક્કી ન કરી આપે, ત્યાં સુધી બીજાં કર્મો પણ લગભગ પોતાની ભાવિ અસરો નક્કી કરી શકતાં નથી. એટલે આ કર્મને સૌથી પહેલું મૂકવામાં આવ્યું છે.
આ કર્મ પરિસ્થિતિ નક્કી કરે છે. એટલે કે, સ્થાન, આકૃતિ, સ્વભાવ અને બીજી કેટલીક બાહ્ય સામગ્રીની સમાન અને વિષમ પરિસ્થિતિ નક્કી કરે છે.
૪૯. ૧. ૧. દેવગતિનામકર્મ–દેવોને યોગ્ય સ્થાન, જગ્યા, નિવાસ, સ્વભાવ, વૈભવ, આકૃતિ અને બીજી કેટલીક દેવયોગ્ય સામગ્રીને યોગ્ય પરિસ્થિતિ તે દેવગતિ કહેવાય છે, અને તે દેવગતિ પ્રાપ્ત કરાવનાર કર્મ તે દેવગતિનામકર્મ. આ કર્મને લીધે દેવ યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત કરી તેમાં જીવને સંતોષ માનવો પડે છે. આ કર્મ ઉત્તમ પ્રકારના યોગસ્થાન અને અધ્યવસાયસ્થાનમાં જીવ વર્તતો હોય ત્યારે બાંધી શકે છે.
૫૦. ૨. ૨. મનુષ્યગતિનામકર્મ–ઘર બાંધીને રહેવું, સમાજ વ્યવસ્થા, રાજયવ્યવસ્થા, ધાર્મિકવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, રાંધીને ખાવું, બે પગે ચાલવું, રીતસર ભાષા બોલવી, અમુક એક જાતની આકૃતિ ધરાવવી, મનન કરનાર મહાત્માપણે થવું વગેરે જાતની મનુષ્યને યોગ્ય પરિસ્થિતિ, તે મનુષ્યગતિ કહેવાય છે. એ પરિસ્થિતિ પ્રાપ્ત કરી તેમાં જીવને સંતોષ માનવો પડે છે. તે આ કર્મને લીધે. આ કર્મ સરળ સ્વભાવી તથા કંઈક ઉત્તમ યોગસ્થાન અને અધ્યવસાયસ્થાન ધરાવનાર આત્મા બાંધી શકે છે. અને પછી તે કર્મને લીધે આ સામગ્રીઓ મેળવી શકે છે.
૫૧. ૩. ૩. તિર્યગ્ગતિનામકર્મ–તિર્યશબ્દનો અર્થ “વાંકુંઆડું” થાય છે. તિર્યગતિમાં ઉત્પન્ન થયેલા ઘણાખરા આત્માઓને વાંકા વાંકા ચાલવું પડે છે. એટલે જેમ આપણે માથું છાતી અધ્ધર-સીધા રાખીને ચાલીએ છીએ તેવી રીતે ગાય, ઘોડા, હાથી વગેરે પ્રાણીઓ નથી ચાલતાં. આ ઉપલક્ષણથી બીજાં પણ એવાં બધાં પ્રાણીઓ માટે તિર્યમ્ શબ્દ