________________
કર્મપ્રકૃતિ નિરૂપણ ૨૩૫
સ્થિતિના પ્રસંગો ઉપરથી તે કષાયોનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરીશું જેથી કરીને એ વિષય બરાબર સમજી શકાશે.
જે કોઈ પ્રાણીના અનંતાનુબંધીય ચારેય કષાયો નાશ પામ્યા હોય છે, અથવા શાંત થઈ ગયા હોય છે, તે પ્રાણીની મનોદશામાં અને તેના બાહ્ય વર્તનમાં ફેર પડે છે. કારણ કે, એક તો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બન્ને દર્શનમોહનીય તેના નાશ પામ્યા હોય છે. કારણ કે બન્નેને અનંતાનુબંધી સાથે જ નિકટનું સગપણ છે. એ ન હોય, તો એ બન્નેય ન રહી શકે. અને બીજું એકે અનંતાનુબંધી પછીના કષાયો અનંતાનુબંધી જેવા તીવ્ર નથી હોતા. એટલે મનોદશા અને વર્તનમાં ફરક પડે છે. તેની દષ્ટિ ઘણીખરી અથવા તદ્દન શુદ્ધ જ હોય છે. એટલે કે જો તેને સમ્યગ્દર્શન મોહનીય હોય, તો ઘણીખરી દષ્ટિ શુદ્ધ હોય, અને સમ્યમ્ દર્શન મોહનીય પણ નાશ પામેલ હોય, તો તદ્દન શુદ્ધ દષ્ટિ હોય છે. કારણ કે તેની સમ્ય દર્શનશક્તિ પૂરેપૂરી ખીલેલી હોય છે. આમ છતાં એ પ્રાણી ઉપર કહેલી કોઈ પણ ચીજો છોડી શકતો નથી. એટલું જ નહીં પરંતુ, તેના ઉપર તેને મમત્વ તો હોય છે. અલબત્ત, એટલું તો ખરું જ કે એ મમત્વ અનંતાનુબંધીય કષાયો કરતાં કંઈક ઓછું તીવ્ર હોય છે. અર્થાત્ તેની ક્રોધ, માન, માયા અને લોભની લાગણી કંઈક ઓછી તીવ્ર હોય છે. આત્માને ફાયદાકારક તો એ જ છે કે પોતાના આત્મા સિવાયની વસ્તુઓનો ત્યાગ રાખવો, તેનાથી દૂર રહેવું, તેનું પ્રત્યાખ્યાન કરવું. પરંતુ આ મોહનીય કર્મ તેને જરા પણ પ્રત્યાખ્યાન કરવા દેતું નથી તેથી આનું નામ અપ્રત્યાખ્યાનીય મોહનીય કર્મ છે. અર્થાત્ પ્રત્યાખ્યાન નામની ચારિત્રવૃત્તિને તદ્દન આવરણ કરનાર આ ચારિત્રમોહનીયકર્મ છે.
આ રીતે જેને આ પણ કષાયો નાશ પામ્યા હોય છે, શાંત થયા હોય છે, તેની મનોવૃત્તિ અને બાહ્ય વર્તન કંઈક વધારે સારા હોય છે. તેને મમત્વ કંઈક ઓછું હોય છે, અને થોડું થોડું પ્રત્યાખ્યાન પણ તે કરે છે. છતાં આત્માની મૂળ ફરજ તદ્દન પ્રત્યાખ્યાન કરવાની છે, તે પૂરેપૂરું થઈ શકતું નથી. માત્ર અલ્પ પ્રત્યાખ્યાન કરે છે. માટે આ ત્રીજા કષાયોનું નામ સર્વ પ્રકારે પ્રત્યાખ્યાન કરવાની ચારિત્રવૃત્તિને ઘણે અંશે આવરણ કરવાનું કામ