________________
નામકર્મ ૨૨૧
શરીરની જીવનક્રિયા ચાલ્યા કરે છે.
ઇંદ્રિયો પોતાના જ્ઞાનતંતુઓની મદદથી જીવનક્રિયા ચલાવે છે અને જ્ઞાનતંતુઓમાં જોકે જ્ઞાનગુણની મદદ કરે છે પરંતુ જ્ઞાનગુણ પણ ઇંદ્રિયોની મદદ વિના પ્રવર્તી શકતો નથી. પરંતુ ઇંદ્રિયોના અંદરના અને બહારના અવયવો તેમાં સંપૂર્ણ મદદ કરે છે.
તે જ રીતે શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનની પણ જીવનક્રિયાઓ શરીરમાં ચાલ્યા કરે છે.
એ છયે જાતની જીવનક્રિયાઓ શરીરમાં નિરંતર ચાલ્યા કરે છે. તેમાં છ પર્યાપ્તિઓની મદદ છે અને પર્યાપ્તિનામકર્મ જીવને તે છ પર્યાપ્તિઓ પૂરી પાડે છે.
જન્મ થયા પછી પણ, કેટલાક માણસો યશસ્વી હોય છે તેનું કારણ યશનામકર્મ છે. કેટલાક માણસોનો કોઈ હુકમ ઉથાપી શકતું નથી, તેનું કારણ આદેયનામકર્મ છે. કેટલાકનો પ્રતાપ જ એવો પડે છે કે બળવાન માણસ પણ તેનાથી ડઘાઈ જાય છે, એ પરાઘાતનામકર્મનો પ્રભાવ છે. કેટલાક માણસો વહાલા લાગે છે, ગમે તેને પ્રિય થઈ પડે છે. એ સુભગ નામકર્મનો પ્રભાવ છે. કેટલાકનો સ્વર ઘણો જ મધુર હોય છે, સ્વરમાં મધુરતા ઉત્પન્ન કરનાર સુસ્વરનામકર્મ છે.
આ રીતે ઉત્પન્ન થવાના ક્ષણથી માંડીને ઓછામાં ઓછાં કેટલાં કર્મો એક સામાન્ય મનુષ્યના જીવનમાં મદદ કરે છે ? તે કેટલેક અંશે સમજાવવામાં આવ્યું છે. હવે એક વાત એ રહે છે કે આપણા શરીરમાં જે ગરમી જણાય છે તે તૈજસ શરીરને લીધે છે. એવું તૈજસ શરીર જીવને તૈજસ શરીરનામકર્મ, તૈજસ સંઘાતન, તૈજસ તૈજસ બંધન કર્મથી પ્રાપ્ત થાય છે. તેની પણ રચનામાં શરીર પર્યાપ્તિ મદદગાર તો ખરી જ. તેવી જ રીતે જીવ દરેક ક્ષણે આઠે કર્મો સહિત હોય છે તે કર્મોના સમૂહાત્મક જે કાર્પણ શરીર, તે પણ સદા કાળ જીવની સાથે જ હોય છે. તેમાં કાર્મણ શરીરનામકર્મ મદદગાર છે. તેની રચનામાં કાર્મણ સંઘાતનનામકર્મ, કાર્પણ કાર્મણ બંધન નામકર્મ તથા શરીર પર્યાપ્તિ વગેરે મદદગાર છે.
અને શરીરો બન્યા પછી તેની હિલચાલમાં કાયયોગ નામનું
કર્મ-૧૬