________________
૨૨૬ કર્મ-વિચાર ભાગ-૩
આચ્છાદન કરીને જુદી જ સ્થિતિ ઉત્પન્ન કરે છે.
૧.
પહેલાના ચાર પ્રકાર છે અને બીજાના પાંચ પ્રકાર છે. ઇંદ્રિયદર્શનાવરણીયકર્મ=૧, ચક્ષુર્દર્શનાવરણીય અને ૨. અચક્ષુર્દર્શનાવરણીયકર્મ તથા ૩. અધિદર્શનાવરણીયકર્મ, ૪. કેવળદર્શનાવરણીયકર્મ.
૨. ૧. નિદ્રા, ૨. નિદ્રાનિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રચલાપ્રચલા, ૫. થિણદ્ધિસ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ.
ઇંદ્રિયદર્શન—ઇંદ્રિયો અને મન દ્વારા વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન. તેના બે ભેદ
૧. ચક્ષુર્દર્શન—ચક્ષુરિન્દ્રિય દ્વારા વસ્તુના, સામાન્ય ધર્મનું જ્ઞાન. (જોવા દ્વારા થતું દર્શન.)
લોકવ્યવહારમાં દર્શન ચક્ષુથી પ્રસિદ્ધ છે. એટલે આ ભેદ જુદો પાડવામાં આવ્યો છે.
૨. અચક્ષુર્દર્શન—ચક્ષુરિન્દ્રિય સિવાયની બાકીની ઇંદ્રિયો તથા મનથી વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન. એટલે કે–
૧. મનોદર્શન, ૨. ત્વગિન્દ્રિય દર્શન, ૩. કર્મેન્દ્રિય દર્શન, ૪. રસનેન્દ્રિય દર્શન, ૫. ઘ્રાણેન્દ્રિય દર્શન.
અધિદર્શન–અવધિજ્ઞાનથી વસ્તુનું જ્ઞાન કરતી વખતે રૂપી પદાર્થોના સામાન્ય ધર્મોનું પહેલા ભાન થાય છે પછી વિશેષ ધર્મોનું ભાન થાય છે. તેમાં સામાન્ય ધર્મોનું ભાન જેનાથી થાય, તે અવધિદર્શન.
કેવળદર્શન—કેવળ જ્ઞાનીને સર્વ વસ્તુનું જ્ઞાન હોય છે. તેમાં વસ્તુના સામાન્ય ધર્મોનું જ્ઞાન તે કેવળદર્શન કહેવાય છે.
૬ ૧. કેવળદર્શનાવરણીય–કેવળદર્શનનું આવરણ કરનાર કર્મ. ૭ ૨. અવધિદર્શનાવરણીય—અવધિદર્શનનું આવરણ કરનાર કર્મ.
૮ ૩. ચક્ષુર્દર્શનાવરણીયચક્ષુર્દર્શનનું આવરણ કરનાર કર્મ. ૯ ૪. અચક્ષુર્દર્શનાવરણીય—અચક્ષુર્દર્શનનું આવરણ કરનાર કર્મ.