________________
૨૩૨ કર્મ-વિચાર ભાગ-૩
૧૪. આમ આ આત્મા અનેક પડોથી ઘેરાયેલો તો રહે છે. એટલું જ નહીં પણ તેમાંથી છૂટવાનો વિચાર સરખો પણ તેને થતો નથી. કદાચ કોઈ વખતે તેવી ઇચ્છા જાગ્રત થાય છે તો પણ છૂટતાં છૂટતાં કેટલીયે જિંદગીઓ-ભવો પસાર થઈ જાય છે. વળી પાછો સુખદુઃખના ચક્કરમાં પડીને છૂટવાનું ભૂલી જાય છે.
૧૫. છૂટવા માંડે તો પણ જ્યારે ઉપરના એક એક પડોમાંથી છૂટો થઈ, બધું છોડી મહાત્મા થવા સુધી પહોંચી તીર્થના તંત્રમાં અધિકાર પ્રમાણે ચઢતો જઈ, નીચે નીચેના અધિકારોથી છૂટો થતો જાય, તેમ તેમ છેવટે તે યોગો, અધ્યવસાયસ્થાનો, કર્મો અને છેવટે શરીરથી છૂટો થઈ તદ્દન સ્વતંત્ર બને.
આવી તદ્દન સ્વતંત્રતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેની કેવી વિચિત્ર દશા રહ્યા કરે છે, તેનો કંઈક ખ્યાલ મારા આ કથનથી તમને આવ્યો હશે. હવે અહીં તમને મોહનીયનો ખ્યાલ બરાબર આપી શકાશે. તમે એટલું તો સમજ્યા છો કે, આ બધી સ્વતંત્ર આત્માને તો નાની મોટી, રંગબેરંગી, નજીક કે દૂર, કોમળ કે કઠોર એમ અનેક જાતની બેડીઓ છે. તેના ત્યાગમાં જ આત્માનું શ્રેય છે. છતાં તે બધી બેડીઓને પોતાની સમજીને આત્મા વળગી રહે છે. એ મોહનીય કર્મનું કામ થયું.
એ બધી ચીજો પોતાની નહીં છતાં તેને પોતાની ખોટી રીતે માની બેસે છે. એ મિથ્યાત્વનું કાર્ય થયું. એટલેથી ન અટકતાં ઘર, ફૂલવાડી, બાગ, બગીચા, ગાડી, ઘોડા, દાગીના, ધન, દોલત, સ્ત્રી, પુત્રો, સગાં, માન-પ્રતિષ્ઠા, શરીર, એશઆરામ વગેરે વગેરે અનેક દૂરની-આત્મા સાથે ઘણો દૂર સંબંધ ધરાવતી—વસ્તુઓને પોતાની માની બેસે છે. એટલું જ નહીં પણ તેને કોઈ આંગળી ચીંધે, તો લાલ લાલ આંખો થઈ જાય છે. મારું કે મરું એવો આવેશ આવી જાય અને વખતે કોઈને મારી નાંખે, ખૂન પણ કરી નાંખે છે અને એટલી બધી હદ સુધી તેના એવા દઢ સંસ્કાર પડી જાય છે કે અનંતભવો સુધી આવી તીવ્ર લાગણીની પરંપરા ચાલ્યા જ કરે છે. સામાન્ય રીતે ઉપરથી તો શાંતિ કે સભ્યજીવન તેનું દેખાય, પરંતુ મનમાં તો અનેક આવેશો ભર્યા જ હોય, પ્રસંગ આવે એટલે ભભકી ઊઠે. તે વખતે