________________
૧૪૨ કર્મ-વિચાર ભાગ-૩
છે, તો કોઈ ગોળ હોય છે. કોઈને જોવાની શક્તિ હોય છે, કોઈમાં નથી હોતી. કોઈને સાંભળવાની શક્તિ હોય છે, કોઈને નથી હોતી, કોઈને સુંઘવાની શક્તિ હોય છે, ને કોઈને નથી હોતી. આમ ફેર ગણાવવા બેસીએ તો પણ પુષ્કળ ગણાવી શકાય.
ખરું. પણ બસ, હવે વિશેષ જરૂર નથી. હવે તમે પોતે તમારો પોતાનો જ વિચાર કરો; તમારું નામ રસિકલાલ છે. પણ રસિકલાલ એ તમારા હાથનું નામ, તમારા પગનું નામ કે તમારા શરીરનું નામ ? એ નક્કી કરો.
મને આપે ગૂંચવ્યો, મૂંઝાવ્યો. ભારે વિચિત્ર પ્રશ્ન કર્યો. તોપણ હું વિચારીને જવાબ આપવા પ્રયત્ન કરું.
ભલે, વિચારો. એ પ્રશ્નનો જવાબ ન આપી શકો તો, તમારામાં અને તમારા મિત્ર ચંપકલાલમાં શું શું મળતાપણું છે ? અને કઈ કઈ બાબતમાં તમે જુદા પડો છો ? તે કહો. પછી ઉપરના પ્રશ્નનો જવાબ આપજો.
હા, ઠીક. એ તો હું સરળતાથી કહી શકીશ. કહો, ત્યારે. ઊઠો. મિત્ર ! ચંપકલાલ ! જરા ઊભા થાઓ. કેમ ? વળી ઊભા થવાની શી જરૂર છે ? ઊભા ઊભા સરખામણી કરવાનું ઠીક ફાવશે. લો, ત્યારે એ ઊભો થયો. હં, હવે જલદી ચલાવો જોઈએ. હાજી ! સરખામણી
જુદાપણું અમારે બન્નેને શરીર છે. પરંતુ બાંધો, આકાર, રંગ, ઊંચાઈ
સુંદરતા વગેરેમાં જુદા પડીએ છીએ. અમે બને બોલીએ છીએ. પરંતુ અવાજ, અવાજની મીઠાશ,
ઉચ્ચાર, બોલવાની ઝડપ, રાગ વગેરેમાં જુદા પડીએ છીએ, પરંતુ