________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૯
આત્માપણું જ ન રહે.
૩૬. હાસ્યકર્મ હસવું આવે. ૩૭. શાકકર્મ
શોક થાય, દિલગીરી થાય. ૩૮. રતિકર્મ સુખથી સંતોષવૃત્તિ રહ્યા કરે. ૩૯. અરતિકર્મ દુઃખથી અસંતોષ રહ્યા કરે. ૪૦. જુગુપ્સાકર્મ કંટાળો આવે, દુગચ્છા થાય. ૪૧. ભયકર્મ
બીક લાગે. ૪૨. પુંવેદકર્મ
સ્ત્રીની ઇચ્છા થાય. ૪૩. સ્ત્રીવેદકર્મ પુરુષની ઇચ્છા થાય. ૪૪. નપુંસકવેદકર્મ બન્નેની ઇચ્છા થાય.
આ કર્મો પણ એક જાતના ચારિત્રમોહનીય જ છે. ચારિત્રનો ઘણો અંશ કષાયમોહનીયથી આવરણ પામેલો હોવા છતાં ચારિત્રશક્તિનો કેટલોક ભાગ ખુલ્લો રહે છે. તેને પણ આ નવ કર્મો આવરે છે. તેથી તેનું નામ નોકષાય એટલે કષાયના સહચર અથવા અલ્પ કષાય એવો અર્થ થાય છે.
આ રીતે દર્શનશક્તિને ઢાંકનાર અને ચારિત્રશક્તિને ઢાંકનાર બન્ને પ્રકારનાં કર્મ મોહનીયકર્મ કહેવાય છે. તેનો સામાન્ય અર્થ એ છે કે, પોતાને ઉપયોગના વ્યવસ્થિત નિશ્ચયમાં, અને પોતાના સિવાયનો બીજા પદાર્થોમાં, વપરનો ગૂંચવાડો ઉત્પન્ન કરે છે, ભુલાવે છે, મૂંઝાવે છે. માટે તેનું નામ મોહનીયકર્મ.
આ કર્મ પણ પૂર્વનાં ત્રણ કર્મની માફક સીધી રીતે આત્મા ઉપર જ અસર કરે છે. માટે જીવવિપાકી છે.