________________
પાઠ ૪થો આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ
ગયા પાઠમાં મુખ્ય ચાર કર્મ વિશે આપણે વિચાર કર્યો. તે જ વિષય પાછો આગળ ચલાવીએ. ગયા પાઠમાં આપણે સમજી ગયા કે
૧. આત્મા સંપૂર્ણ જ્ઞાની છતાં જ્ઞાનને આવરણ કરનાર કર્મને લીધે ઘણી બાબતોથી અજ્ઞાત રહી જાય છે.
આત્મા સંપૂર્ણ દર્શનશક્તિ ધરાવનાર છતાં દર્શનાવરણીયકર્મને લીધે અંધ, બહેરો જોવામાં આવે છે, એટલું જ નહીં પણ ઘણી વસ્તુઓનું દર્શન કરી શકતો નથી.
આત્મા સંપૂર્ણ સુખમય, આનંદમય છતાં વેદનીયકર્મને લીધે તેને અલ્પ સુખને મહાસુખ માની તેમાંથી આનંદ લેવો પડે છે, અથવા તે વખતે દુઃખ પણ અનુભવવું પડે છે.
૩. આત્મા સંપૂર્ણ રીતે યથાર્થ નિર્ણતા છતાં ઘણી બાબતોમાં ભુલાવો ખાઈ જાય છે. તે સમ્યગ્દર્શનમોહનીય કર્મને લીધે બને છે. તેવી જ રીતે આત્મા યથાર્થ ચારિત્રશીલ છતાં ચારિત્રહીન સ્થિતિમાં જણાય છે. અને પોતાના સિવાયની બીજી વસ્તુઓને પોતાની માને છે, અથવા પોતાને અહિતકર, તથા પોતાની સ્થિતિથી ઘણા ફેરફારવાળી અવસ્થામાં વર્તતો દેખાય છે. તે ચારિત્રમોહનીય કર્મને લીધે. આ રીતે મોહનીયકર્મને લીધે આત્મા પોતાપણું જ ભૂલી જાય છે.
૪. તેવી જ રીતે આત્મા સંપૂર્ણ રીતે પોતાની એક જ અવસ્થામાં સદાકાળ રહેવાના સ્વભાવવાળો હોવા છતાં એક કર્મ એવું છે કે જેને લીધે અમુક વખત અહીં તો, વળી અમુક વખતે બીજે એમ ફરજિયાત રહેવા જવું