________________
નામકર્મ ૨૧૫
૧૫. નિર્માણનામકર્મ.
૨૩. સ્થિરનામકર્મ. ૧૬. અગુરુલઘુનામકર્મ.
૨૪. અસ્થિરનામકર્મ. ૧૭. પરાઘાતનામકર્મ.
૨૫. શુભનામકર્મ. ૧૮. શ્વાસોચ્છવાસનામકર્મ.
૨૬. અશુભનામકર્મ. ૧૯. ત્રસનામકર્મ.
૨૭. સુભગનામકર્મ. ૨૦. બાદરનામકર્મ.
૨૮. સુસ્વરનામકર્મ. ૨૧. પ્રત્યેકનામકર્મ.
ર૯. યશનામકર્મ. ૨૨. પર્યાપ્તિનામકર્મ.
૩૦. આદેયનામકર્મ. (આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન, પર્યાપ્તિ નામકર્મો).
ઓછામાં ઓછાં આ ત્રીસ કર્મો સામાન્ય પુણ્યવાન લાયક જીવને મનુષ્યપણે થતી વખતે પહેલે સમયેથી પોતાની મદદ આપવી શરૂ કરે છે. પરંતુ જો પુણ્યવાન મનુષ્ય ન હોય તો, અશુભવિહાયોગતિ, લીલો, કાળો અશુભવર્ણનામકર્મ, દુરભિગંધનામકર્મ, કડવો, તીખોવર્ણનામકર્મ, ખડબચડો, ભારે, ઠંડો કે લૂખો સ્પર્શનામકર્મ; ઉપઘાતનામકર્મ, દુર્ભગ નામકર્મ, દુસ્વરનામકર્મ, અપયશનામકર્મ, અનાદેયનામકર્મ વગેરે. ૭ અશુભનામ કર્મો તે તે શુભ કર્મોને બદલે પોતાની મદદ આપે છે.
પરંતુ જો તે પુણ્યવાન પુરુષ મહાજ્ઞાની થવાનો હોય, જેને શાસ્ત્રમાં ચૌદ પૂર્વધર કહે છે; તો તેને આહારકશરીરનામકર્મ મદદ કરે છે. આહારક અંગોપાંગનામકર્મ તે વખતે આહારક અંગોપાંગો પણ અપાવે છે.
તેવી જ રીતે કોઈ મહા પ્રભાવશાળી પુરુષ થવાના હોય તો વૈક્રિય શરીરનામકર્મ તેને વૈક્રિયશરીર અપાવે છે. તે સાથે જ વૈક્રિયશરીર અંગોપાંગનામકર્મ વૈક્રિય અંગોપાંગો અપાવે છે. પણ આ બન્ને કર્મો અને આહારકનાં બને કર્મો ઉત્પત્તિ વખતે મદદ નથી કરતાં.
વળી કોઈ મહાપુરુષ તીર્થંકર ભગવાન થવાના હોય તો તેને જિનનામકર્મ ઉત્પત્તિ ક્ષણથી જ, તેનો પ્રભાવ જગતમાં પડે તેવી અસર ઉત્પન્ન