________________
પાઠ ભો આત્મા : ગુણો અને સ્વરૂપ પ્રબોધચંદ્ર ! આ આખી વાતચીત ઉપરથી તમે શું સમજયા, તે કહી શકશો ?
હા, ચોક્કસ. આપણી સર્વ પ્રવૃત્તિઓમાં શરીર અને આત્મા, એમ બન્નેની પ્રવૃત્તિઓ મળેલી જ હોય છે. તેમાં કઈ કઈ શરીરની પ્રવૃત્તિ અને કઈ કઈ આત્માની પ્રવૃત્તિ, તેનું પૃથક્કરણ સારી રીતે કરવામાં આવ્યું છે.
ખ્યાલ તો બરાબર રાખ્યો છે. પરંતુ આત્માની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી શકશો ?
શી રીતે ! પ્રશ્ન બરાબર સમજવામાં ન આવ્યો.
મારું એમ કહેવું છે કે, આપણે શરીરની અને આત્માની એમ બે પ્રકારની પ્રવૃત્તિઓ જુદી જુદી સમજયા. પરંતુ કેવળ આત્માની પ્રવૃત્તિ એક સરખી જ જણાય છે, કે તેના વર્ગો થઈ શકે તેમ છે ? આ મારો પ્રશ્ન છે.
એકાએક હા કે ના, કેમ કહી શકાય ? તેનો પણ વિચાર કરીએ, વિચારને અંતે જે નિર્ણય થશે તે ખરો.
ચલાવો ત્યારે વિચાર. આપની મદદ તો જરૂર જોઈશે જ. હું તો મદદમાં છું જ તો.
એટલું તો જરૂર લાગે છે કે, આત્માની પ્રવૃત્તિઓમાં પણ ભેદ તો જણાય છે.
શો શો ભેદ જણાય છે ?
લાગણીઓ આત્મામાં ઉત્પન્ન થાય છે અને તે અનેક પ્રકારની છે. તે હકીકત પહેલા ભાગમાં આવી ગયેલ છે. તે ઉપરથી કદાચ આ પ્રશ્નના