________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૮૯
આ બન્ને કર્મોથી આત્માની શક્તિ કંઈક જો કે આચ્છાદિત થાય છે. છતાં કંઈક ભાગ ઉઘાડો રહે છે. તે ઉઘાડા રહેલા ભાગથી આપણે શાસ્ત્રોનું જ્ઞાન કરી શકીએ છીએ, અને બહારના વ્યવહારમાં ઇંદ્રિયો દ્વારા પણ જુદું જુદું જ્ઞાન કરી શકીએ છીએ, ને આપણો વ્યવહાર ચાલે છે. તે બન્નેનું નામ અનુક્રમે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન છે. તે બન્નેને આવરણ કરનાર કર્મોનાં નામો શ્રુતજ્ઞાનાવરણીય અને મતિજ્ઞાનાવરણીય છે.
ધારો કે હું “રાજા” એવો શબ્દ બોલ્યો, અને તમારી કર્ણઇદ્રિય દ્વારા તમે એ શબ્દ સાંભળ્યો. તે વખતે તમારા મનમાં એમ તો નિશ્ચય થાય છે કે મેં “રાજા” શબ્દ સાંભળ્યો છે, (પણ “રામ” શબ્દ તો સાંભળ્યો નથી.) ત્યાં સુધી તમને મતિજ્ઞાન ગણાય. પણ ત્યાર પછી “રાજા” શબ્દ ઉપરથી તમને તરત કોઈપણ રાજા ધ્યાનમાં આવે છે. (પણ કોઈ હાથી કે ઘોડો કે એવો બીજો કોઈ પદાર્થ ધ્યાનમાં નથી આવતો) તે શ્રુતજ્ઞાન થયું.
એવી જ રીતે તમે કદાચ બજારમાં ફરતા હો અને તરત કોઈ ગાડીમાં બેસીને છત્ર, ચામર કે ઘોડેસવાર સહિત કોઈપણ આવતું દેખાય. તે તમારી ચક્ષુઇંદ્રિયથી થયેલું મતિજ્ઞાન છે. (તે વખતે તમે સામે જે આવે છે તેને કંઈ સૂંઘતા કે સાંભળતા નથી પણ આંખથી જુઓ છો.) જોવાની ક્રિયા સુધી તો મતિજ્ઞાન છે. પણ જ્યારે તમે “ઓહો ! આ તો “રાજા” આવે છે.” એવો એ આવનાર વસ્તુ માટે શબ્દ જોડો છો તે શ્રુતજ્ઞાનના બળથી છે. આંખથી જોવાની ક્રિયા તો વહેલી પૂરી થાય છે. પણ શ્રુત એટલે શબ્દ અને અર્થના સંબંધનું જ્ઞાન ન હોય, તો આ આવનાર વસ્તુ “રાજા” કહેવાય છે. અથવા “રાજા” એટલે બીજું કાંઈ નહીં પણ આવી જ જાતની વસ્તુ “રાજા” કહેવાય છે' એ જ્ઞાન આપણને ન થાય. માટે આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આપણને દર વખતે થયા કરે છે.
અને જેમ જેમ આપણા જ્ઞાનને આવરણ કરનારાં કર્મ નાશ પામતાં જાય, તેમ તેમ તે દરેક જ્ઞાન ખૂલતાં જાય અને છેવટે કેવળ જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે, ત્યારે તો પછી કંઈપણ જાણવાનું બાકી જ ન રહે. કર્મોનાં નામ
તેનું પરિણામ-ફળ-અસર ૬. ચક્ષુદર્શનાવરણીય ચક્ષુદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે