________________
આત્માનું સ્વરૂપ ૧૮૩
દાખલો બીજો–
બે મુસાફર ગિરનારના પહાડ ઉપર ચઢતા હતા. એકના હાથમાં ફૂલનો ટોપલો હતો. અને એકના હાથમાં માત્ર ફૂલની છાબડી હતી. ફૂલની છાબડી જેના હાથમાં હતી, તેણે નીચેથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હાથમાં ફૂલની છાબડી રાખી હતી. બન્ને ઉપર ગયા. એકે પુષ્પો દેવને ચઢાવ્યાં, બીજાએ ત્યાં વેચ્યાં અને તે ફૂલો વેચાણ લેનાર ભાવિકોએ દેવને ચઢાવ્યાં. હવે તમે કહો કે, ફૂલ લઈને બન્ને સાથે ચઢનારાઓમાં દેવપૂજાનું ફળ કોને વધારે મળ્યું ?
ફૂલની છાબડીવાળાને. કેમકે તેનો ઉદ્દેશ દેવને ફૂલો ચઢાવવાનો હતો અને બીજાનો ઉદ્દેશ માત્ર વેચવાનો જ હતો. તેથી તેનાં બધાં ફૂલો દેવને ચઢ્યાં છતાં દેવપૂજાનું ફળ તેને ન જ મળે. તેને તો પૈસા મળ્યા એ જ તેનું પર્વત પર ચઢવાનું ફળ. અને તે જ વખતે સાથે ચઢનાર કે જેની પાસે થોડાં જ ફૂલો હતાં તેને ચઢવાની શરૂઆતથી જ દેવપૂજાનું ફળ મળવું શરૂ થઈ ચૂકયું હોવું જોઈએ.
બરાબર છે. સરખી ક્રિયા છતાં દૃષ્ટિબિંદુઓ બન્નેનાં જુદાં જુદાં હોવાથી પરિણામ પણ જુદું જુદું આવે છે.
અહીં એક સુંદર અને વધારે બંધબેસતું દષ્ટાંત છે. પણ તમારી આગળ તે આપવું ઉચિત ન જણાવાથી આ બે દૃષ્ટાંતોથી જ સંતોષ પકડજો .
આ રીતે કોઈપણ જ્ઞાન કે પ્રવૃત્તિમાં સમ્યફ દષ્ટિબિંદુ તે સમ્યદર્શન કહેવાય છે.