________________
પાઠ ૪થો
પ્રાણીઓમાં સામ્ય અને વૈષય
હું, મેં વિચાર કર્યો, ને સમજાયું તે કહું છું. તેમાં ભૂલચૂક હોય તે આપ સંભાળશો; હું તો મારે કહું છું.
પ્રથમ તો જાણે—દરેક પ્રાણીઓને શરીર છે, અને દરેક શરીરમાં આત્મા છે, એ ફરીથી કહેવું પડે તેમ નથી જ.
બરાબર, બરાબર.
પછી દરેકના શરીરને કોઈપણ જાતની પણ એક આકૃતિ તો જરૂર છે જ; કોઈ ગોળ, લાંબા, આડા, ઊભા કે ચોરસ છે. વળી કોઈ તો વિવિધ આકૃતિવાળા પણ જણાય છે.
ઉપરાંત શરીરની મજબૂતી પણ ઓછીવત્તી દરેકમાં દેખાય છે. દરેકને કોઈ ને કોઈ અવયવ પણ જરૂર છે.
- દરેકને કોઈ ને કોઈ પ્રકારનો રંગ પણ હોય છે. ગંધ પણ હોય છે. સ્પર્શ પણ હોય છે. તેમ જ શરીરનો બાંધો કોઈ ને કોઈ જાતનો હોવો જોઈએ એમ પણ લાગે છે.
દરેકને જન્મવાનું હોય છે, મરવાનું હોય છે અને અમુક રૂપમાં સ્થાયી રહેવાનું પણ હોય છે.
દરેકને ભૂખ લાગતી હોવી જોઈએ, ખોરાક લેતાં આવડવો જોઈએ, અને દરેકનો કંઈ ને કંઈ નક્કી થયેલો ખોરાક પણ હોવો જોઈએ.
દરેકમાં ચાલવાની શક્તિ હોવી જોઈએ, તેમ જ બળવાનથી ભય, નિર્બળ પર ક્રોધ, સમાન પ્રત્યે ઈર્ષ્યા વગેરે લાગણીઓ પણ દરેકમાં