________________
પાઠ પ્રમો
મનુષ્યની જીવનસામગ્રી
ભાઈ રસિકલાલ ! તમે ગઈ કાલે પ્રાણીઓનું વર્ગીકરણ તો સાધારણ રીતે ઠીક કર્યું હતું. પરંતુ મારા પ્રથમના સવાલનો જવાબ હજુ બાકી છે. તેનો જવાબ આજે તો આપશો ને ?
જરૂર આપીશ..
કહો ત્યારે, તમારું નામ રસિકલાલ છે. એટલે કોનું નામ રસિકલાલ છે? તમારા હાથનું નામ રસિકલાલ છે, કે પગનું નામ રસિકલાલ છે ? કે તમારી બુદ્ધિનું નામ રસિકલાલ છે ? તે વિચાર કરીને કહો.
મને તો એમ જ લાગે છે કે, મારું આ આખું શરીર તેના અવયવો, મારો આત્મા વગેરે સમગ્ર સામગ્રીનું નામ રસિકલાલ છે.
બરાબર, બરાબર. પરંતુ તમારામાં સમગ્ર સામગ્રી કઈ કઈ ને કેટલી છે, અને તે સમગ્ર સામગ્રી તમને ક્યાંથી મળી ? કોણે આપી ? કેવી રીતે ઉત્પન્ન થઈ ? ચંપકલાલમાં પણ તેમાંની કેટલી સામગ્રી છે ને નથી ? તેની સામગ્રીમાં અને તમારી સામગ્રીમાં તફાવતનું કારણ શું ? આ બધા પ્રશ્નો તમને નથી થતા?
ખરેખર પ્રથમ તો આ બધા પ્રશ્નો મને નહોતા થતા, પરંતુ હવે એ પ્રશ્નો આપના કહેવાથી મારા મગજમાં ઊભરાવા લાગ્યા છે.
પરંતુ તેના જવાબ તમારા મગજમાં ઊભરાય છે કે નહીં ? ના ના. જવાબની બાબતમાં તો મગજ ગૂંચવાય છે. એમાં ગૂંચવણ શી છે ? તમે પહેલા જ ભાગમાં શીખી ગયા છો કે,