________________
૧૫૪ કર્મ-વિચાર ભાગ-૩
આ બધી વિચિત્રતાનું કારણ “કર્મ” છે.
હા, હા. એ જ. કર્મ જ બધી વિચિત્રતાનું ને સામગ્રીનું કારણ છે. એ તો હું કહેવાનું જ ભૂલી ગયો.
વાહ ! આવી જ ભૂલ કરો છો કે ? ઠીક. પરંતુ શું એક જ કર્મ બધી સામગ્રી આપતું હશે ? તમને હસાવનાર જે કર્મ હશે તે જ રોવડાવતું હશે ? તેણે જ હાથપગના અવયવો આપ્યા હશે ? તેણે જ તમારું શરીર બનાવ્યું હશે ? તેણે જ તમને સારા કુટુંબમાં જન્મ અપાવ્યો હશે ? તેણે જ તમને સુખની સામગ્રી આપી હશે ?
શું આ બધું એક જ કર્મની રચના હશે ?
ના ના, એમ તો ન સંભવે.
દરેક સામગ્રીના કારણભૂત જુદાં જુદાં કર્મો હોવાં જોઈએ. તે સિવાય ન ચાલી શકે.
ત્યારે કહો ને કયાં જુદાં જુદાં કર્મોને લીધે કઈ કઈ સામગ્રી તમને મળી છે?
આ પૃથક્કરણ કરવું તે મારી શક્તિ બહારનું કામ લાગે છે. તો પણ હું પ્રયત્ન તો કરીશ.
એમાં વિશેષ પ્રયત્ન કરવાની શી જરૂર છે ? પ્રથમ તમારામાં જે સામગ્રીઓ છે, તે બધી સામગ્રીઓનું રીતસર લિસ્ટ કરો. પછી જેટલી જેટલી સામગ્રીઓ થાય, તેટલી તેટલી સામગ્રી આપનારાં અમુક અમુક કર્યો, એમ ઠરાવી દો. તમારામાં રહેલી સામગ્રીઓનો વિચાર કરી જશો, એટલે કયા કર્મથી કઈ સામગ્રી મળી, તે આપોઆપ સમજાશે.
એ રસ્તો આપે ઠીક બતાવ્યો છે.
તોપણ તેમાં સંભાળ રાખજો કે, આત્માને—જીવને લગતી કેટલી સામગ્રી છે, શરીરને લગતી કેટલી સામગ્રી છે, અને તે બન્ને સિવાયની બહારની કઈ કઈ સામગ્રી છે ? એ પણ સાથે સાથે પૃથક્કરણ કરતા જશો
તો ઠીક પડશે.
પ્રથમ તો મારે એ જ વિચારવું પડશે કે મારા આ શરીરનો અને