________________
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૭
ત્યારે કેમ “કેવી મીઠાશ છે' તે તમે કહી શક્યા નહીં ?
મીઠાશ નહોતો જાણી શક્યો.
ત્યારે શું જાણી શક્યો હતો ?
કેરીનો રસ ગરમ નહોતો પણ ઠંડો હતો, તે આંગળી પર લગાડતાં જાણી શકાયો હતો.
જોઈએ.
મીઠાશ કેમ ન જાણી ?
મીઠાશ જાણવાની તો શક્તિ જીભમાં જ છે.
ત્યારે કેમ કહો છો કે મારા આત્માએ મીઠાશ જાણી.
આત્મા અને જીભ બન્નેએ મળીને મીઠાશ પારખી, એમ કહેવું
ત્યારે તેમાં જીભે શું કામ બજાવ્યું અને આત્માએ શું કામ બજાવ્યું ? જીભે રસના પરમાણુઓને પોતાની ઉપર ફેલાવ્યા કે આત્માએ પાછળ રહ્યે રહ્યે મીઠાશ પારખી.
આંગળી ઉપર રસ ચોપડવાથી અંદર રહેલો આત્મા કેમ ન પારખી શક્યો, અને જીભ કેમ પારખી શકી, તેનું કારણ સમજો છો ?
મને તો એમ લાગે છે કે આત્મા સુધી કેરીની રસશક્તિને પહોંચાડવા યોગ્ય હાથનું બંધારણ જ નથી. હાથ આત્મા સુધી અસર પહોંચાડે તો બિચારો પારખે ને ? જીભનું એવું બંધારણ છે કે રસશક્તિ જીભ ઉપર એવી ખૂબીથી ફેલાય છે, અને જીભના પોચા બંધારણમાં એવી ખૂબીથી રસ ફરી વળે છે કે ઠેઠ આત્મા સુધી તેની અસર પહોંચે છે, ને તરત તે પારખે છે.
આ રીતે તમે કેરીની મૃદુતા તથા મીઠાશ પારખી. તે બન્ને ક્રિયામાં તમારા શરીરના અવયવ હાથ તથા જીભની પ્રવૃત્તિ છે, અને આત્માની પણ પ્રવૃત્તિ છે. એટલે શરીરની પણ પ્રવૃત્તિ જુદી છે, અને આત્માની પણ પ્રવૃત્તિ જુદી છે.