________________
૧૪૪ કર્મ-વિચાર ભાગ-૩
પૈસા તરફ બન્નેનું મન લલચાય છે. હસવાને પ્રસંગે હસવું આવે છે. રોવાને પ્રસંગે રોવું આવે છે. સારી વસ્તુ પ્રિય લાગે છે. બીક લાગે છે. બન્નેમાં નઠારી વસ્તુ અપ્રિય લાગે છે. આગ્રહ છે. બન્ને અભ્યાસ કરી શકીએ છીએ. રોગો પણ થાય છે. તાવ આવે છે. દુ:ખ થાય છે. વળી સારું સારું ખાવા, પહેરવા મળે એટલે આનંદ પણ તેની ભોગવીએ છીએ.
અમારા બન્નેમાં ઉદારતા પણ છે. કોઈ કોઈને અન્યાયીપણે હેરાન કરતો હોય તો, તેને શિક્ષા કરવા પિત્તો ઊછાળે ખરો. બાકી તો કોઈ દુ:ખી, ગરીબ હોય, કે દુ:ખી થતો હોય, તથા કાંઈ અમારી પાસે માંગે તો આપવામાં બનતા સુધી તો પાછી પાની ન કરીએ.
મુશ્કેલ. ધાર્મિક બાબતમાં વધારે મક્કમ ખરા. સાચ માટે મરી પડે. કોઈ સહેજસાજ નુકસાન કરી જાય, તો એટલું બધું તો મનમાં લાવે, કે ન પૂછો વાત. હસવાની બહુ જ ટેવ છે. પરંતુ છાતીના ક્ષ્ણ છે. માત્ર પરમ દિવસે તેમની મોટી બહેનનું મૃત્યુ થતાં મેં તેની આંખમાં ઝળઝળિયાં જોયાં હતાં. અંધારામાં એકલા જવું હોય તો એક વખત તો આંચકો ન ખાય. હઠે ચઢે તો પછી કાં તો આ પાર ને કાં તો પેલે પાર. ગોખવામાં તો જાણે ઠીક, પણ સમજાવવાની વાત આવે ત્યાં જરા ગભરાય ખરા. માંદગીમાં શાંતિપૂર્વક દુઃખ સો જાય, વધારે દુ:ખ ન જણાવા દે. તોપણ ચંપકભાઈ જરૂર જણાય તો પૈસા આપે, નહીંતર એક પાઈ કેવી થાય છે ? સાચ માટે મરી પડે. ગમે તેમ હોય પણ ન્યાય ખાતર કજિયો ઊછીનો લે.
આ રીતે અમારામાં અનેક જાતની લાગણીઓનું સરખાપણું જણાય છે ને જુદાપણું પણ જણાય છે. અમારે બન્નેને શરીર છે. બન્નેના શરીરમાં આત્મા છે. બન્ને સાંભળી શકીએ છીએ. બન્ને જોઈ શકીએ છીએ. સૂંઘી શકીએ છીએ. વગેરે વગેરે ઘણુંયે સરખાપણું છે.