________________
૮૦ કર્મ-વિચાર ભાગ-૨
પ્રમાણે આવેલી કાર્મણવર્ગણા યોગસ્થાનકના બળ પ્રમાણે, આત્મપ્રદેશો સાથે મિશ્ર થાય છે, અને પૂર્વ સમયોનાં બંધાયેલાં કર્મ સાથે હાલના સમયના યોગસ્થાનકના બળ પ્રમાણે ચોટે છે.”
આનું નામ “પ્રદેશબંધ” કહેવાય છે.
કારણ કે પ્રદેશોનો કાર્મણવર્ગણાના (અણ વિખૂટા) પરમાણુઓના સમૂહનો આત્મપ્રદેશો સાથે બંધ-મિશ્રણ થાય છે. અને પૂર્વના કર્મપ્રદેશો સાથે ચોટે છે. તેથી તેનું નામ “પ્રદેશબંધ” કહેવામાં આવે છે.
હવે સમજ્યા હશો કે, યોગસ્થાનક અનેક છે. તે પ્રમાણે વધતા ઓછા પ્રમાણના, કાર્મણવર્ગણાના, પ્રદેશોવાળા, “પ્રદેશબંધ” પણ અનેક હોઈ શકે છે. જે વખતે જેવું યોગસ્થાનક તે વખતે તેવો પ્રદેશબંધ થાય છે.
તો, હું આ મારો હાથ હલાવું છું, ત્યારે મને કર્મબંધ વધારે થતો હશે ખરો?
હા, વધારે જ થાય, અને એમને એમ હાથ રાખી મૂક્યો હોય, ત્યારે કર્મબંધ થાય તો ખરો, પણ ઓછો થાય.
આવી રીતે “દરેક સમયે કર્મબંધ થયા જ કરે છે.” ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, ઊઘતાં, જતાં, આવતાં એમ દરેક સમયે યોગસ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયા જ કરે છે, તે નીચેની વિગતથી સમજાશે. ૧. યોગસ્થાનકના બળથી જ કાર્મણવર્ગણા ખેંચાય છે. ૨. યોગસ્થાનકના બળથી જ તે વર્ગણા આત્મા સાથે મિશ્ર થાય છે. ૩. યોગસ્થાનકના પ્રમાણમાં જ ઓછી વધતી કાર્મણવર્ગણા આવે છે. ૪. યોગસ્થાનકના બળ પ્રમાણે જ આત્મા સાથે મિશ્ર થાય છે. ૫. જૂનાં કર્મ સાથે નવાં કર્મ પણ યોગસ્થાનકના બળથી જ ચોટે છે. ૬. યોગસ્થાનકમાં જેવું જોર, તેવા જોરથી જ જૂનાં કર્મ સાથે નવાં કર્મ ચોટે છે. ૭. પ્રદેશબંધ વખતે જ કામણવર્ગણાની વહેંચણી થાય છે? તે કેમ થાય છે?
તે આગળ ઉપર સમજાવીશું.