________________
અબાધાકાળ ૧૧૫
એનો ઉત્તર હું નહીં આપી શકું, આપ સમજાવો.
બહુ જ ધ્યાંનથી સમજજો. નહીંતર, વિષય ખ્યાલમાં નહીં રહે. સાંભળો :
કર્મનો અમુક એક ભાગ લો, અને તેની શી દશા થાય ? તે આપણે વિચારીએ :
દાખલા તરીકે—ધારો કે, હાસ્યકર્મ લઈએ. તે કર્મ જે સમયે બંધાયું, ત્યાંથી અસંખ્ય સમય સુધી–એક આવલિકા સુધી—તેમ જ બંધ થવાથી જ એ અવસ્થામાં—તે પડ્યું રહે છે. કેમ જાણે—પકડાવાથી ગભરાયું હોય તેમ, બંધનકરણના ઝપાટાથી મૂર્છિત થઈ ગયું હોય, એમ પડ્યું રહે છે.
એક આવલિકા પૂરી થતાં જ ઝપાટાબંધ બંધનકરણના ઝપાટામાંથી છૂટું પડી, બીજા સંક્રમણ, ઉર્તના, અપવર્તના, ઉદીરણા, વગેરે કરણોમાંનાં કોઈ પણ કરણોના ઝપાટામાં આવે છે, અને દરેક કરણના બળ પ્રમાણે બંધ વખતના સ્વરૂપ કરતાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશ વગેરેમાં ફેરફાર થવા હોય, તે થવા લાગે છે.
આવી રીતે અનેક કરણોના ઝપાટા લાગી લાગી તેમાં ફળ આપવા લાયક શક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી એ કર્મ એમને એમ નિષ્ક્રિય પડ્યું રહેતું નથી, પરંતુ તેના ઉપર કોઈ ને કોઈ કરણથી અસર ચાલુ જ હોય છે.
એક તપેલીમાં દૂધ ગરમ મૂકી, નીચે બરાબર જોઈએ તે પ્રમાણે તાપ સળગાવો ને પાસે બેસી ધીમે ધીમે હલાવો, તથા ઉપર એક તાસક ઢાંકી ઘો. હવે બરાબર તાપ થયા પછી દૂધની સ્થિતિ શી થાય છે ? તે બરાબર તપાસ રાખજો ને તેની નોંધ રાખજો.
બહુ સારું. તેમ કરી જોતાં તેની નોંધ નીચે પ્રમાણે થાય છે.
૧. પ્રથમ, જ્યારે તાપની આંચ લાગી, ત્યારે દૂધમાંથી સહેજ સહાજ વરાળ નીકળવા લાગી.
૨. પછી, થોડી વધારે વાર થયા પછી તાસક ઉઘાડી જોયું, તો વધારે વરાળ નીકળતી જણાઈ અને કેમ જાણે, દૂધમાં વધારો થયો હોય, તેમ લાગતું હતું.