________________
અબાધા કાળ ૧૧૭
પરંતુ શરૂઆતના પાકને માટે જે મહિનો ગયો, તેને અબાધાકાળ ક્ય છે. જેમ, ઊભરો આવતાં પહેલાંની-દૂધના ગરમ થવાના વખતની સ્થિતિ. કહેવાનો મતલબ એવો છે કે
૧. અબાધાકાળ પસાર થયા વિના કર્મ ઉદયમાં આવે નહીં. ૨. અબાધાકાળ વખતે કર્મ નિષ્ક્રિય પડ્યું હોય છે, તેમ નથી. ૩. પણ તેના ઉપર અનેક રીતે કરણની અસર ચાલુ હોય છે.
કયા કર્મનો અબાધાકાળ કેટલો છે ? તેનું લિસ્ટ આગળ ઉપર આપીશું. હાલ એટલું જ સમજી રાખો કે, દરેક કર્મને અબાધા કાળ હોય છે. અને તે ઓછોવતો પણ હોય છે.
અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. અને એક મુહૂર્તની આવલિકા ૧,૬૭,૭૭, ૨૧૬ થાય છે. મુહૂર્ત એટલે બે ઘડી (૪૮ મિનિટ) આવલિકા એટલે ૪૮ મિનિટનો ૧,૬૭,૭૭, ૨૧૬ મો ભાગ : તેટલા વખતને આવલિકા કહે છે. એક મિનિટનો, ૩,૪૯, પર૫ મો ભાગ : તે આવલિકા. આ ગણતરી બરાબર યાદ રાખવી.
કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એમને એમ પડ્યું રહે છે. તેમાં ફેરફાર થતો નથી. તે બંધાવલિકા કહેવાય છે.
કર્મ બાંધતા એક સમય લાગે છે. પરંતુ એક આવલિકા સુધી એ જ સ્થિતિમાં કર્મ રહે છે. તેથી તેને બંધાવલિકા કહે છે.
કર્મ બંધાયા પછી, ને ઉદયમાં આવવાની શરૂઆત ન થાય, ત્યાં સુધીના વખતને અબાધાકાળ કહે છે. કોઈપણ જાતની ખાસ બાધા જેટલા વખત સુધી ન થાય, તેટલા વખતને અબાધાકાળ કહેવાય છે.
પ્રશ્નો ૧. અબાધાકાળ એટલે શું? ૨. અબાધાકાળની શરૂઆત ક્યારે થાય? ૩. અબાધાકાળ થવાનું કારણ ?