________________
આઠ કરણો ૧૦૩
કર્મો બાંધવામાં ખાસ મદદગાર જે પ્રબળ સાધન, તે બંધન નામનું કરણ બંધનકરણ.
આત્મા પોતે કર્મ બાંધનાર છે, પરંતુ જો આત્મામાંથી યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકોના તરંગો ન જ ઊછળતા હોત, તો આત્મા કર્મ બાંધી શકત જ નહીં. માટે કર્મ બાંધવામાં યોગસ્થાનક અને અધ્યવસાય સ્થાનકની ખાસ મદદ મળે તો જ આત્મા કર્મ બાંધી શકે છે. માટે તેનું નામ કરણ પાડવામાં આવેલ છે.
આત્મા તે કર્તા. બંધન તે કરણ. આત્મા સાથે ચોંટવારૂપ ફળ પામતી કાશ્મણવર્ગણો તે કર્મ. એ રીતે કર્તા, કર્મ અને કરણનો વિભાગ સમજી શકાશે.
આ પ્રમાણે ભાષાના વ્યાકરણમાં આવતાં કર્તા, કર્મ અને કરણ શબ્દના અર્થો પણ અહીં ઠીક રૂપે લાગુ પડે છે.
આ જ પ્રમાણે યોગસ્થાનકો અને અધ્યવસાયોનું સામટું બળ કર્મોમાં જુદાં જુદાં પરિવર્તનો કરવામાં ખાસ પ્રબળ રીતે મદદગાર થાય છે. તેથી તે દરેકને કરણ કહેવામાં આવે છે, જો કે કોઈ વખતે મુખ્યપણે એકલા યોગો, અને કોઈ વખત મુખ્યપણે એકલા અધ્યવસાયસ્થાનકો પણ કરણ બની શકે છે, પરંતુ એમ કોઈ વખતે બને છે.
૨. સામાન્ય બંધ કરતાં વધારે દૃઢતાથી કર્મ બંધાય, તેને નિદ્ધત બંધ કહે છે, અને તેવો બંધ જે યોગ અને અધ્યવસાય સ્થાનકના એક સામટા બળથી થાય, તે બળનું નામ નિદ્ધતકરણ કહેવાય છે. એટલે નિતકરણને લીધે નિદ્ધતબંધ થાય છે. નિદ્ધતકરણ એટલે નિદ્ધતબંધ કરાવનાર યોગ અને અધ્યવસાયનું બળ તે રૂપ પ્રબળ સાધન. - ૩. નિદ્ધતબંધ કરતાં પણ વધારે દૃઢતાથી એવો કર્મબંધ થાય કે જેમાં ભવિષ્યમાં કશો ફેરફાર જ ન થઈ શકે. તે કર્મનું જેવું ને તેવું જ ફળ ભોગવવું જ પડે તેનું નામ નિકાચિત બંધ.
જે યોગબળ અને અધ્યવસાય સ્થાનકના સામટા બળથી તેવા પ્રકારનો બંધ થાય, તેનું નામ નિકાચનાકરણ કહેવાય છે.