________________
પાઠ પમો પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો
આ ઈટ પરમાણુઓની બનેલી છે, એ વાત તો તમારા ધ્યાનમાં બરાબર છે, ખરું કે ?
હા, જી ! પરંતુ, એ ઈંટનો રંગ કેવો છે? . લાલ. એ રંગ ક્યાંથી આવ્યો ? એ રંગ પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ત્યારે ઈંટમાંથી કોઈ જાતની ગંધ આવે છે.
હા, જી ! ગંધ પણ આવે છે, અને તે લગભગ પાકા ઘડાના ગંધ જેવો આવે છે.
તો, તે ગંધ ક્યાંથી આવ્યો ? તે પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ઈંટનો કટકો જરા ચાખો તો, કેવો સ્વાદ લાગે છે?
કાંઈક સ્વાદ તો આવે છે, પણ “કેવો સ્વાદ છે ?” તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. '
લ્યો. ત્યારે, આ ખાણમાંથી નીકળેલા પથરાના કકડા જેવા સફેદ કકડાનો સ્વાદ કેવો લાગે છે ?
તેનો સ્વાદ ખારો લાગે છે.