________________
પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો ૩ ત્યારે આ તેવો જ સફેદ કકડો ચાખો. - ઓહો, એ તો ગળ્યો લાગે છે, ગળ્યો. અરે ! એ તો સાકરનો ગાંગડો છે.
ત્યારે પહેલાનો સફેદ ગાંગડો શાનો હતો ? મીઠાનો કે સિંધવ-સિંધાલૂણનો લાગે છે.
ઠીક. ત્યારે આ ઈંટ ઉપર હાથ ફેરવી જુઓ. તે કેવી રેશમ જેવી સુંવાળી છે ?
ના, જી ! રેશમ જેવી સુંવાળી નથી, પણ કાંઈક ખડબચડી લાગે છે. આ ઉપરથી શું સમજયા. અમને તો એ ખ્યાલ આવે છે કે
ઈટમાં રંગ, ગંધ-સ્વાદ, અને સ્પર્શ વગેરે જે કાંઈ જણાય છે, તે જેમાંથી ઈંટ બની છે, તે પરમાણુઓમાંથી જ એ ગુણો બહાર આવ્યા છે. એટલે પરમાણુઓમાં રંગ-વર્ણ ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તે જાણી શકાય તેવી રીતે તેના સ્કંધમાં ખુલ્લા થાય છે. પરમાણમાં કેવા અને કેવી રીતે હોય છે? તે આપણે જાણી શકતા નથી.
તે જ પ્રમાણે કાર્મણવર્ગણા વગેરેમાં પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ—એ ચારેય હોવા છતાં, કાર્મણવર્ગણા અતિ સૂક્ષ્મ હોવાથી આપણે, તે જાણી શકતા નથી.
પરંતુ, અમને એક શંકા એ થાય છે કે પરમાણુઓના જથ્થા બનીને તેના સ્કંધો શી રીતે બની શકતા હશે? તે બરાબર સમજાતું નથી.
ઠીક. લ્યો, આ પાણીનો પ્યાલો. રેતીમાં પાણી નાખીને તેનો લાડવો વાળો.
અરે ! એ શી રીતે વળે? પાણી નાંખ્યું, તેમ તો તેમાંથી માટી છૂટી પડીને ઊલટી રેતી વધારે ચોખ્ખી થઈને છૂટી પડી જાય છે, તો પછી લાડવો તો શી રીતે જ વળે ?
ત્યારે, શું કરવું ?