________________
પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો ૯૫
એટલે દરેક પરમાણુઓમાં એ વિશેષ ભેદો-પેટા ભેદો હોય છે, એમ ન સમજવું.
પણ એકીસાથે દરેક પરમાણુમાં કોઈ પણ ૧ રંગ, ૧ ગંધ, ૧ રસ, અને ૨ સ્પર્શ, પ્રગટ હોય જ છે.
પછી જેવા સંજોગો તે પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. પ્રગટ હોય, તો છુપાઈ જાય, અને છુપાયેલા ગુણ હોય, તે બહાર આવે. એ રીતે કોઈ ને કોઈ વખતે-જુદે જુદે વખતે એ વિશેષ ગુણો બહાર આવી જાય છે.
એટલે સ્કંધો અને વર્ગણા બનવામાં પરમાણુઓમાંનો સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ પ્રગટ થાય છે. તેમાં પણ માપ હોય છે. કઈ વર્ગણામાં ? કયા સ્કંધમાં ? કેટલો સ્નિગ્ધ અને કેટલો રૂક્ષ ગુણ પ્રગટ થયેલો હોવો જોઈએ ? તેનાં માપ હોય છે. પરંતુ, તે આગળ ઉપર સમજાવીશું.
જૂનાં કર્મોની સાથે નવાં કર્મો ચોંટે છે, તેમાં પણ એ જ સ્પર્શોની અસર કામ કરે છે.
રસબંધ શબ્દમાં આવતા રસ શબ્દનો અર્થ ચીકાશ એવો નથી ? ચીકાશ અને એ રસ એક નથી ?
ના.
આપે રસબંધ કહ્યો, તે શું ? એ રસ કયો ? અને તેનો બંધ એટલે શું? તમારા પ્રશ્ન બરાબર છે. આ પાઠની આખી ચર્ચા આ રસબંધ સમજાવવા માટે જ કરવામાં આવી છે.
પરમાણુ નામના પદાર્થમાં રસ રહેલા છે, તે તેના સ્કંધમાં પ્રગટ થાય છે, તે સ્વાદરૂપ રસ જુદો છે. અને પદાર્થમાં રહેલા ચીકાશ ગુણની વિચારણા દૃષ્ટિથી નક્કી કરવામાં આવેલો રસ જુદો છે. તે જ પ્રમાણે રસબંધમાં આવતો રસ પણ જુદો જ છે. “કેરીમાં રસ બહુ છે.” ત્યાં રસ શબ્દનો અર્થ પ્રવાહી ભાગ જેવો થાય છે. “કેરીનો રસ મીઠો છે.” ત્યાં રસનો અર્થ સ્વાદ છે.
પરંતુ, નાટક જોવાથી બહુ રસ આવ્યો.” તે રસ આ ઉપર જણાવેલ રસ કરતાં જુદી જાતનો રસ છે. રસબંધમાં તેને મળતો રસ શબ્દનો