________________
૯૦ કર્મ-વિચાર ભાગ-૨
તેવી જ રીતે ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવનો પણ નિયમ થાય છે, તે
આ પ્રમાણે– ૨. “તાવ આવશે, પરંતુ મુંબઈથી અમદાવાદ જતાં સુરત લગભગમાં - તાવ શરૂ થશે.” કારણ કે સમુદ્રની ઠંડી હવા લાગવાનો સંભવ છે.
કર્મબંધ થતી વખતે જ આવો સ્થળનિયમ થવો, તે ક્ષેત્રનિમિત્ત.. ૩. “મુંબઈથી સુરત પહોંચતાં લગભગ બપોરના બે વાગ્યે ભાદરવા
મહિનામાં તાવ આવશે.” એવો કર્મબંધ વખતે જ વખતનો નિયમ - થવો, તે કાળનિમિત્ત. ૪. ભાવ-“આજુબાજુના કેવા સંજોગોમાં તાવ આવશે ?” જેમકે સમુદ્રની - ઠંડી હવા, રાત્રિનો ઉજાગરો, માનસિક અકળામણ, એ વગેરે - સંજોગોમાં તાવ આવશે.” એવો નિયમ કર્મબંધ વખતે જ થવો, તે
ભાવનિમિત્ત. ૫. “કઈ જિંદગીમાં તાવ આવશે ? આ ભવમાં તાવ આવશે, કે-આવતા
ભવમાં ? કે હવે પછીના પાંચમા ભાવમાં આવશે ?
જેમકે-“આ શરીર છોડીને બીજે સ્થળે જન્મ લેશે, ત્યાં તાવ આવશે, અથવા આ જિંદગીમાં તાવ આવશે.” એવો નિયમ થવો, તે ભવનિમિત્ત કહેવાય છે. કોઈ પણ કર્મ બંધાતી વખતે દ્રવ્ય : ક્ષેત્ર : કાળ : ભાવ : અને ભવ-એ પાંચ નિમિત્તો-કર્મનો ઉદય થવાના નિયમો તરીકે નક્કી થાય છે.
મરણ પછી આત્મા બીજે ક્યાં જાય છે ? તે બાબત ચોક્કસ પુરાવાથી સમજાવીશું.
પ્રશ્નો
૧. રસબંધ અને પરમાણુઓની ચીકાસ એ બેમાં ફેર શો? ૨. યોગના બળથી અને અધ્યવસાયના બળથી કામણવર્ગણા ઉપર જુદી - જુદી શી અસર થાય છે? ૩. યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનક એટલે શું? અને બન્નેયમાં શો