________________
૮૮ કર્મ-વિચાર ભાગ-૨
[3] ભાગલા ને પેટા ભાગલા પડી જવા, ને
[4] જૂનાં કર્મના ભાગલા સાથે નવા ભાગલાની પોતાના સરખા સ્વભાવની વર્ગણાનું ચોંટી જવું.
[5] દરેક ભાગલાના સ્વભાવોનો-ભવિષ્યમાં બજાવવાની કામગીરીનાં કાર્યોનો નિયમ થઈ જવો.
એ વગેરે એક જ સમયે બને છે, અને
૩. અધ્યવસાયસ્થાનકના બળથી તે જ સમયે
[1] દરેક ભાગલાના વખતનો નિયમ, ને
[2] દરેક ભાગલાના સ્વભાવ-કાર્યના ફળની મર્યાદા-જુસ્સો-રસ, પણ નક્કી થઈ જાય છે.
૪. તે ચારેય થવાનું નામ કર્મબંધ કહેવાય છે.
[1] યોગસ્થાનકો.
[2] અધ્યવસાય સ્થાનકો.
[3] કાર્મણવર્ગણામાં પડી જતા ભાગલાનું ધોરણ.
[4] દરેક ભાગલાના સ્વભાવ-અધિકાર-સત્તા-કાર્યના નિયમોનાં નામો.
[5] દરેક ભાગલાના વખતના નિયમનું ધોરણ, ને
[6] દરેક ભાગલાના-૨સના-ફળના-નિયમનું ધોરણ વગેરે. ચોક્કસરૂપે આગળ ઉ૫૨ સમજાવીશું.
૫. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રસબંધ અને સ્થિતિબંધ—એ ચારનું થવું, તે “બંધ” કહેવાય છે. અને તે સર્વ એક જ સમયમાં બની જાય છે. ૬. કોઈ વખતે “રસબંધ” નથી થતો, કારણ કે—તેવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય, તો રસબંધ ન યે થાય, માત્ર ત્રણ પ્રકારના જ બંધ થાય, ત્યારે તેનું નામ કેવળ, “પ્રદેશબંધ” કહેવાય છે. પ્રદેશબંધ વખતે પ્રકૃતિ ને સ્થિતિબંધ તો થાય જ.