________________
આખી વસ્તુ – સ્કંધો ૩૧ વસ્તુઓમાંથી પરમાણુ અથવા ઝીણા ઝીણા રજકણો જુદા પડ્યે જ જાય છે. આ ઉપરથી આપ કહેવા શું ધારો છો ? તે બરાબર તો સમજી શકાતું નથી.
હું એ કહેવા ધારું છું કે, જગતમાં કોઈ ચીજ આખી નથી, દરેક ચીજના ઝીણામાં ઝીણા પરમાણુ જેવડા ટુકડા થઈ શકે છે. એમ માનો કે, આ જગતમાં જેટલી નાની મોટી ચીજો હોય તે દરેક ચીજના પરમાણુ જેવડા ટુકડા કરી નાખ્યા, તેનો એક ઢગલો કર્યો, અને તેમાં બીજા છૂટાછવાયા સઘળા પરમાણુઓ એકઠા કરીને નાખીએ, તો કુલ પરમાણુઓ કેટલા થશે ?
તેની સંખ્યા થઈ શકે તેમ નથી. તે કહી શકાય તેમ પણ નથી.
સબૂર કરો. તેનું પણ માપ કરી શકાશે. પરંતુ, એ માપની રીત આપણે સમજી શકીએ તેમ નથી. હાલ તો, પરમાણુઓ કુલ “અનંત અનંત થાય.” એટલું જ સમજીને આગળ ચાલીએ.
હા. એ ઠીક રસ્તો શોધી કાઢ્યો.
આપણે જે જે વસ્તુઓ જોઈએ છીએ, તે સઘળી જડ તો ખરી, પરંતુ તે શેની બનતી હશે ?
પરમાણુઓની. કેમકે પરમાણુઓ જડ છે, તેમાંથી બનેલી વસ્તુઓ પણ જડ. જડમાંથી જડ થાય.
પરમાણુઓ એકઠા કોણ કરતું હશે ? કેવી રીતે એકઠા કરાતા હશે ? તેના એવા જુદા જુદા ઘાટ કોણ ઘડતું હશે ? આ બધું શી રીતે થતું હશે ? આવા પ્રશ્નો તમને નથી થતા ?
જરૂર થાય છે.
પરંતુ, ઉતાવળ ન કરતા. ક્રમે બધું સમજાશે. પરંતુ હવેથી, સમજવામાં બરાબર ધ્યાન રાખશો, તો જ સમજાશે, કારણ કે વાત ઘણી જ સૂક્ષ્મ આવવાની છે. તમારા એ પ્રશ્નોનાં સમાધાનોનું રહસ્ય નીચેની બિનામાં કાંઈક સમાય છે.
જગતમાંથી બધા પરમાણુઓ એકઠા કરીએ તો, તે અનંત અનંત